T20માં સૌથી વધુ ‘છક્કા’ મારી મેચ જીતાડનારમાં હાર્દિક નંબર વન
બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો
બાંગ્લાદેશ સામે પ્રથમ ઝ20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા, જેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં શાનદાર છક્કો મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને સાથે જ ઝ20 માં સૌથી વધુ વખત છક્કા મારીને મેચ જીતાડનાર ખેલાડી પણ બની ગયા.
હાર્દિક પંડ્યાએ જેવો તસ્કીન અહમદના બોલ પર છક્કો મારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી, એ સાથે જ તેઓ વિરાટને પાછળ છોડી નંબર 1 બની ગયા. હાર્દિક પંડ્યાએ ભારતને પાંચમી વાર છક્કો મારીને મેચમાં જીત અપાવી . વિરાટ કોહલીએ આ સિદ્ધિ ચાર વખત મેળવી હતી. હવે હાર્દિક કોહલીને પાછળ છોડી દીધા છે. આ રેકોર્ડ સિવાય પણ પંડ્યાએ શાનદાર બેટિંગ કરી.
હાર્દિકે 16 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. જેમાં તેમના બેટથી 5 ચોગ્ગા અને 2 છક્કા આવ્યા. પંડ્યાના બન્ને છક્કા શાનદાર હતા. સાથે તેમણે તસ્કીન અહમદની બોલ પર એક નો લૂક ચોગ્ગો પણ મારી દીધો, જેને જોઇને ફેન્સ જ નહીં પણ ક્રિકેટ એક્સપર્ટ્સ પણ આશ્ચર્યચકિત રહી ગયા.