For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ, ટ્રમ્પ અને બાઇડનની વ્હાઇટ હાઉસમાં મુલાકાત

05:15 PM Nov 14, 2024 IST | admin
સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ  ટ્રમ્પ અને બાઇડનની વ્હાઇટ હાઉસમાં મુલાકાત

20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડિંગમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ

Advertisement

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે રાજનીતિ મુશ્કેલ છે, પરંતુ તેઓ આ ટ્રાન્સફરને સરળ બનાવવામાં પણ યોગદાન આપશે.

રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની બાઈડેન સાથેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે 2020માં ચૂંટણી હાર્યા પછી, ટ્રમ્પે સત્તા સોંપવા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓનું પાલન કર્યું નહોતું તેમણે તત્કાલિન પ્રમુખ-ચુંટાયેલા જો બાઈડનને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો, અને જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી ન હતી. પરંતુ આ વખતે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને આ પરંપરાઓનું પાલન કરવાની દિશામાં પગલું ભર્યું છે. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડીંગમાં યોજાશે. આ ખાસ દિવસની પરંપરાઓમાંની એકમાં, તેમના નિવાસસ્થાનથી ચર્ચ તરફ આગળ વધશે.

Advertisement

કેપિટલ બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા, નવા રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં વર્તમાન રાષ્ટ્રપતિને મળે છે, જ્યાં ઔપચારિક વાટાઘાટો થાય છે. જો કે, જ્યારે જો બાઈડને પદના શપથ લીધા ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રજા પર હતા, જેના કારણે આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું ન હતું. જો કે હાલમાં બાઈડન સરકારનું વહીવટીતંત્ર આ પરંપરાને અનુસરી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement