હમાસ ઘૂંટણિયે, ઇઝરાયલ સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મુક્યા
ઇઝરાયલ-હમાસ યુદ્ધ બંધ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં આખરે હમાસે શરણાગતિ સ્વીકારતા યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇઝરાયલ જો આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તો સાડા ચાર મહિના પછી બંને દેશોના નાગરિકો રાહતનો અનુભવ કરશે. તેમજ તમામ બંધકોને મુક્ત કરવામાં આવી શકે. નેતાન્યાહૂ જો હમાસના આ પ્રસ્તાવનો સ્વીકારે કરે તો ગાઝા પટ્ટીમાંથી તેમના સૈનિકોને પાછા બોલાવી લેશે અને યુદ્ધ વિરામને લઈને અન્ય સમજૂતી કરાર પણ થઈ શકે છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. બંને દેશોના નાગરિકો આ યુદ્ધથી ભયંકર રીતે પરેશાન થવા સાથે સામાન્ય જરૂૂરિયાતોને લઈને પણ મુશ્કેલીમાં મુકાયા છે.આ યુદ્ધમાં ઇઝરાયેલ વધુ આક્રોશભર્યું દેખાતા આખરે હવે હમાસ ઇઝરાયલ સમક્ષ ઘૂંટણિયે પડે તેમ જણાય છે. ઇઝરાયલી દળો સામે લડી રહેલા હમાસે હવે યુદ્ધવિરામની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે ઈઝરાયેલ સમક્ષ ત્રણ તબક્કાની યોજના હેઠળ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. જે અંતર્ગત, પ્રથમ 45-દિવસના તબક્કા દરમિયાન ઇઝરાયેલની જેલમાંથી પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાના બદલામાં તમામ ઇઝરાયેલી મહિલા બંધકો, 19 વર્ષથી ઓછી ઉંમરના પુરૂૂષો અને વૃદ્ધો અને બીમારોને મુક્ત કરવામાં આવશે. પ્રથમ તબક્કા દરમિયાન, ઇઝરાયેલ પણ વસ્તીવાળા વિસ્તારોમાંથી તેના સૈનિકોને હટાવી લેશે.
હમાસના યુદ્ધ વિરામ પ્રસ્તાવને લઈને હજુ સુધી ઇઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, ઈઝરાયલ ઘણી વખત કહી ચૂક્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી તે ગાઝામાંથી પોતાના સૈનિકોને હટાવશે નહીં. જો આ યુદ્ધ સમાપ્ત થશે તો 135 દિવસ પછી બંને દેશો વચ્ચે શાંતિ થશે. આ પ્રસ્તાવ કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓ દ્વારા ગયા અઠવાડિયે મોકલવામાં આવેલા પ્રસ્તાવનો પ્રતિભાવ હોવાનું માનવામાં આવે છે.