ટ્રમ્પના વિજયની વધામણી, અદાણી 84 હજાર કરોડનું રોકાણ કરશે
આ ડીલથી 15,000 નોકરીઓનું સર્જન થશે
એશિયાના બીજા નંબરના સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ તેમને મોટી એક ભેટ આપી છે. ગૌતમ અદાણીએ ટ્રમ્પને 84 હજાર કરોડ રૂૂપિયાથી વધુની મોટી ભેટ આપી છે.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. અમેરિકાની ચૂંટણીમાં જીત બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતાં તેમણે જાહેરાત કરી કે તેઓ આગામી દિવસોમાં અમેરિકામાં 10 અબજ ડોલર એટલે કે 84 હજાર કરોડ રૂૂપિયાથી વધુનું રોકાણ કરશે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઘણા ભારતીય ઉદ્યોગપતિઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જે શક્યતાઓ તેઓ બાઈડેન યુગમાં જોઈ શકતા ન હતા તે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અદાણીની આ જાહેરાતને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે અમેરિકામાં ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 10 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે બંને દેશને મોટો ફાયદો થશે. આ ડીલથી 15,000 નોકરીઓ ઉભી થશે.