ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા

12:59 PM May 22, 2025 IST | Bhumika
Advertisement

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ટેનેસીના લિવિસબર્ગમાં મે 20ના રોજ બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ પરેશ ઉર્ફે પ્રિન્સ પટેલ હતું જે કલોલ નજીકના ડીંગુચા ગામનો વતની હતો. માત્ર 30 વર્ષની ઉંમરનો પરેશ ગેસ સ્ટેશનમાં જોબ કરતો હતો, જ્યાં રોબરી કરવા આવેલા એક વ્યક્તિએ પરેશ પર આડેધડ ફાયરિંગ કરતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો.

Advertisement

મૃતક પરેશ પટેલ પાંચ વર્ષની દીકરી અને પત્ની સાથે અમેરિકામાં રહેતો હતો, પ્રિન્સને શૂટ કરીને નાસી ગયેલા ડેવિડ હેમિલ્ટન નામના આ અશ્વેતને શોધવા માટે પોલીસે તાત્કાલિક દસ હજાર ડોલરના ઈનામની જાહેરાત કરાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ તેને અરેસ્ટ કરવામાં સફળતા મળી હતી.

પ્રિન્સ પર અટેક કરાયો તે ઘટનાનો એક વિડીયો મનહર પટેલ નામના વ્યક્તિએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે મે 20ના રોજ રાતે 11 વાગ્યે પ્રિન્સ કેશ રજિસ્ટર પર ડ્યૂટી કરી રહ્યો હતો ત્યારે સ્ટોરમાં આવેલા એક વ્યક્તિએ સિગરેટ જેવી કોઈ વસ્તુ માગી હતી અને પ્રિન્સ જેવો તેની સામે આવ્યો કે તે વખતે જ તેણે ગન કાઢીને પૈસાની ડિમાન્ડ કરી હતી. સ્થિતિની ગંભીરતા જોતા પ્રિન્સ પહેલા તો બંને હાથ ઉપર કરીને ઉભો રહી ગયો હતો અને ત્યારબાદ તેણે કેશ રજિસ્ટર ખોલીને અમુક કેશ કાઢી લૂંટારાને આપી પણ હતી પરંતુ તે વખતે જ લૂંટારાએ અચાનક ફાયરિંગ શરૂૂ કરતાં પ્રિન્સ ડરી ગયો.

આ દરમિયાન લૂંટારાએ સેક્ધડોમાં જ બે-ત્રણ ગોળી પ્રિન્સને મારતા તે ઘડીના છઠ્ઠા ભાગમાં જ ઢળી પડ્યો હતો. સીસીટીવી ફુટેજમાં એવું પણ જોઈ શકાય છે કે પ્રિન્સ નીચે પડી ગયો ત્યારબાદ પણ તેને એક ગોળી મારવામાં આવી હતી અને પછી લૂંટારો જે કંઈ કેશ પ્રિન્સે કાઢીને કાઉન્ટર પર મૂકી હતી તે લઈને ભાગી ગયો હતો, પરંતુ અમુક સેક્ધડો બાદ તે ફરી પાછો આવ્યો હતો અને પ્રિન્સ જીવે છે કે કેમ તે જોયા બાદ તેણે ફરી એક રાઉન્ડ ફાયર કર્યો હતો.

પ્રિન્સની ફેમિલીને મદદ કરવા માટે 25 હજાર ડોલર ભેગા કરવા ગોફંડમી પર ક્રાઉડફન્ડિંગ પણ શરૂૂ કરવામાં આવ્યું છે, અજય પટેલ નામના એક વ્યક્તિએ પોતે પ્રિન્સનો કઝીન હોવાનું જણાવતા ક્રાઉડફન્ડિંગ માટે કરેલી અપીલમાં લખ્યું છે કે પરેશ સુમનભાઈ પટેલ ઉર્ફે પ્રિન્સ ડીંગુચાનો હતો અને પોતાની પાછળ તે પાંચ વર્ષની દીકરી તેમજ પત્નીને વિલાપ કરતા મૂકી ગયો છે. પ્રિન્સના મોત બાદ દીકરી ઉપરાંત ગુજરાતમાં રહેતી ફેમિલીની જવાબદારી પણ હવે તેની પત્નીના માથે આવી ગઈ છે.

Tags :
AmericaAmerica newsgujaratgujarat newsGujaratimurder
Advertisement
Next Article
Advertisement