For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં કાર અકસ્માતમાં ગુજરાતી પરિવારની માસૂમનું મોત, માતા-પુત્ર ગંભીર

03:46 PM May 29, 2025 IST | Bhumika
અમેરિકામાં કાર અકસ્માતમાં ગુજરાતી પરિવારની માસૂમનું મોત  માતા પુત્ર ગંભીર

મેસાચ્યુસેટ્સના ફ્રેંકલિનમાં એક ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતી ફેમિલીની પાંચ વર્ષની દીકરીનું મોત થયું છે જ્યારે તેના માતા અને ભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીના પિતા અતુલ પટેલ હોન્ડા અકોર્ડ કાર ચલાવી રહ્યા હતા જેને ગ્રોવ સ્ટ્રીટ પર રોંગ સાઈડમાંથી આવેલી એક પિક-અપ ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત થયો હતો.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત કરનારો ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને પોલીસને તેની ટ્રકમાંથી જ દારૂૂ મળી આવ્યો હતો. હાલ તેને જેલભેગો કરવામાં આવ્યો છે અકસ્માતની માહિતી મળતાં જ સ્પોટ પર પહોંચેલી પોલીસે ઘાયલ લોકોને બચાવવા માટે મેડિકલ રેસ્ક્યુ હેલિકોપ્ટર બોલાવ્યું હતું જેના દ્વારા સૌથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીને વોર્સેસ્ટરમાં આવેલા યુમાસ-મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં પહોંચાડાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં તેના શ્વાસ થંભી ચૂક્યા હતા.

અકસ્માતનો ભોગ બનેલી ગુજરાતી ફેમિલી દીકરાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે જઈ રહી હતી ત્યારે જ આ ઘટના બની હતી, પોલીસે મોતને ભેટેલી બાળકીની માતાનું નામ મીનાબેન પટેલ જણાવ્યું છે જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તેના ભાઈનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.

Advertisement

અતુલ પટેલે પોલીસને જણાવ્યું હતું કે તેઓ ફેમીલી સાથે પોાતના દીકરાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે બ્લેકસ્ટોન જઈ રહ્યા હતા, તે વખતે અચાનક જ એક ટ્રક રોંગ સાઈડમાંથી આવ્યો હતો. જેનાથી ટક્કર થતી અટકાવવા તેમણે પોતાની કારને ડાબી તરફ વાળી હતી પરંતુ તેમ છતાંય ફુલ સ્પીડમાં ધસી આવેલા ટ્રક સાથે તેમની કાર અથડાઈને ફંગોળાઈ ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement