સ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!
2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમવા જઈ રહી છે, ત્યારે ઓલિમ્પિક માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર પહેલું પગથિયું ભરવા જઈ રહી છે. ગુજરાત સરકારે અત્યારથી જ કોમનવેલ્થ ગેમ્સની સાથે સાથે ઓલિમ્પિક ગેમ્સ રમાડવાની તૈયારીઓ પણ શરૂૂ કરી દીધી છે. 2030 માં કોમનવેલ્થ બાદ 2036 માં ઓલિમ્પિક રમતો રમાડવા માટે ગુજરાત આતુર છે. ત્યારે આ પોઝિટિવ અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલાયદી કચેરી શરૂૂ કરવા જઇ રહી છે.
સ્વિત્ઝર્લેન્ડના લુસાન શહેરમાં ઓલિમ્પિક એસોસિએશનની મુખ્ય કચેરી આવેલી છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ જ શહેરમાં પોતાની ઓફિસ શરૂૂ કરશે. જ્યાં એક્સપર્સ ક્ધસલટન્ટની ટીમની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત આ ક્ષેત્રને લગતા કેટલાક મહત્વના અધિકારીઓની પણ ભરતી કરવામાં આવશે. આ માટે 16થી 20 ડિસેમ્બર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સરકારના અધિકારીઓની એક ટીમ લુસાન જશે. પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને ભારત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓનું પ્રતિનિધીમંડળ ઓલિમ્પિક ફેડરેશન ઉપરાંત અલગ-અલગ રમતોના એસો.ને મળીને ગુજરાતમાં રમતો યોજવા માટેના પ્રેઝન્ટેશન આપશે. આ દરમિયાન ગુજરાતના અર્થતંત્ર, સુરક્ષા, સુવિધા અને સામાજિક મુદ્દા જેવી બાબતો પર ચર્ચા કરાશે.
આ ઓફિસનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર નિભાવે. લુસાનમાં ઓફિસ શરૂૂ કરવાનો હેતુ એ છે કે, ઓલિમ્પિકની ટીમ સાથે કોઈ પણ સંવાદ કે સંપર્ક કરવો હોય તો આ ઓફિસ થકી ડાયરેક્ટ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિક રમતોના વૈશ્વિક એસોસિએશન પણ લુસાનમાં સ્થાયી છે. સ્પોર્ટ્સના વિશ્વસ્તરના એસોસિએશન કે ફેડરેશનોની મુખ્ય કચેરી પણ અહીં આવેલી છે. આ કારણસર ગુજરાત સરકારના પ્રતિનિધિઓ તેમની સાથે પણ સંપર્કમાં રહીને જે-તે રમતની ઇવેન્ટના આયોજન માટેની જરૂૂરિયાત સમજી શકશે અને તે પ્રકારે ગુજરાતમાં માળખું અને સુવિધા વિકસાવવામાં મદદરૂૂપ થશે.
અમદાવાદ 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયાર છે. આ ભારત માટે એક ઐતિહાસિક તક છે, જે 15-17 રમતોમાં વૈશ્વિક ખેલાડીઓને એકસાથે લાવશે. CWG 2030 માત્ર રમતગમતનો જ નહીં પરંતુ વિકાસશીલ રાષ્ટ્રોથી વિકસિત રાષ્ટ્રોમાં સંક્રમણ કરતા પુનરુત્થાનશીલ ભારતનું પ્રદર્શન પણ કરશે.