For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકન સમાજમાં ધનિકોની વધતી બોલબાલા ખતરનાક બની શકે છે: બાઇડેન

11:32 AM Jan 16, 2025 IST | Bhumika
અમેરિકન સમાજમાં ધનિકોની વધતી બોલબાલા ખતરનાક બની શકે છે  બાઇડેન

અમેરિકામાંથી પ્રમુખ પદેથી ટૂંક સમયમાં વિદાય લેનારા જો બાઈડેને તેમની અંતિમ સ્પીચમાં દેશને સંબોધન કર્યું. જેમાં ઓવલ ઓફિસથી તેમણે ફેરવેલ સ્પીચમાં દેશના સુપર રિચ ક્લાસ સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે,અમેરિકન સમાજમાં ધનિકોની બોલબાલા વધી રહી છે જે ખતરનાક સ્વરૂૂપ ધારણ કરી શકે છે.

Advertisement

જો બાઈડેને જણાવ્યું હતુ કે, હું દેશને અમુક ખતરા વિશે સાવચેત કરવા માગુ છું જે ભવિષ્યમાં તેમના માટે મોટા જોખમ પેદા કરશે. આજે ગણતરીના લોકો શક્તિશાળી બની બેઠા છે. અમુક ધનિકોના હાથમાં જ સત્તાની ચાવી ખતરનાક માની શકાય જેથી દેશના લોકતંત્ર સામે પણ મોટું જોખમ પેદા થશે. તેનાથી પાયાના મૂળભૂત અધિકારો છીનવાઈ શકે છે કેમ કે આગળ વધવા માટે તમામને મળતા નિષ્પક્ષ અવસર ખતમ કરી દેવાશે.

ફાઈનલ સ્પીચમાં જો બાઈડેને જણાવ્યું હતું કે, પદેશને આવા લોકોના સકંજાથી મુક્ત કરાવવો પડશે. અમેરિકા હોવાનો મતલબ એ જ છે કે તમામને નિષ્પક્ષ તકો મળે પણ તમે મહેનત કરવાનું છોડી ન દેતા કેમ કે તમારી મહેનત અને તમારી પ્રતિભા જ તમને આગળ લઈ જશે.

Advertisement

વધુમાં જો બાઈડેને જણાવ્યું હતું કે, આજના સમયમાં એક મોટી સમસ્યા ભ્રામક માહિતીઓની ભરમાર અને સાચી માહિતીનો અભાવ છે. આજે પ્રેસ પર ભારે દબાણ દેખાઈ આવે છે. મીડિયાની સ્વતંત્રતા ખતમ થઇ રહી છે. સંપાદક ગુમ થઇ રહ્યા છે. મને હંમેશા આશ્ચર્ય થયું છે કે આપણે ખરેખર કોણ છીએ અને આપણે શું બનવું જોઈએ.
ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે,સ્ટેચ્યુની જેમ અમેરિકાનો વિચાર ફક્ત એક વ્યક્તિની ઉપજ નથી પરંતુ વિશ્વભરના વિવિધ પૃષ્ઠભૂમિના લોકો દ્વારા તેને પોષવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement