For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્વે પોલીસ સ્ટેશન ઉપર ગ્રેનેડ ફેંકાયા, 10નાં મોત

11:37 AM Feb 05, 2024 IST | Bhumika
પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્વે પોલીસ સ્ટેશન ઉપર ગ્રેનેડ ફેંકાયા  10નાં મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, આમાં 10 લોકોનાં મોત થયા છે. આ હુમલો ચૂંટણીના 3 દિવસ પહેલા થયો. અહીં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

Advertisement

એક પોલીસ અધિકારીએ કહ્યું- આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગે દરબન શહેરના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરિંગ શરૂ થયું. અમે પણ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકીઓ નાસી છૂટ્યા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

બલૂચિસ્તાનમાં સોમવારે સવારે ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની મીડિયા એઆરવાય ન્યૂઝ અનુસાર ચૂંટણી પંચના ગેટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો તેની માહિતી મળી નથી.

Advertisement

8 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બલીની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. 31 જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઙઝઈં)ના ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તુખ્વાના બજૌર જિલ્લામાં બની હતી. માર્યા ગયેલા ઉમેદવારનું નામ રેહાન ઝેબ ખાન હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement