For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અબુધાબીમાં BAPS મંદિરે ઇમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો

04:02 PM Sep 12, 2024 IST | Bhumika
અબુધાબીમાં baps મંદિરે ઇમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો
Advertisement

ભારતના દુબઇ ખાતેના કોન્સલ જનરલ ઉપરાંત યુએઇના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો સહિતના રહ્યા ઉ5સ્થિત: આવતીકાલથી મુલાકાતીઓ માટે શો ખુલ્લો મુકાશે

તારીખ 9 સપ્ટેમ્બરના રોજ, અબુ ધાબી ખાતે નિર્મિત બી એ પી એસ હિન્દુ મંદિરમાં, આ અભૂતપૂર્વ મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને રોમાંચક રીતે પ્રસ્તુત કરતા ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો હતો.

Advertisement

અબુધાબીના શાસકોની ઉદારતા અને બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને ભક્તિસભર પુરુષાર્થ દ્વારા નિર્મિત આ મંદિરના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદઘાટન બાદ પ્રથમ 100 દિવસોમાં દસ લાખ કરતાં વધુ મુલાકાતીઓ દર્શને આવી ચૂક્યા છે. મંદિરના લોકાર્પણના પ્રથમ દિવસે જ આ મંદિરના દર્શનાર્થે 65,000 દર્શનાર્થીઓ, મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જે આ મંદિર માટેની લોકોમાં અપાર ઉત્કંઠા દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિના છેલ્લાં 10,000 વર્ષોના કળા, સ્થાપત્ય અને મૂલ્યોના અભૂતપૂર્વ સંગમ સમું આ મંદિર પરંપરાગત ભારતીય શિલ્પ કળા, અને આધુનિકતમ ટેકનોલોજીના સમન્વય દ્વારા સંવાદિતા, એકતા અને પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપે છે. બી એ પી એસના સંતો અને સ્વયંસેવકોની સાથે પ્રોફેશનલ ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટસના સહયોગથી આ ’ ધ ફેરી ટેલ’ ઈમર્સિવ્ શો’ના ક્રિએટિવ કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટ, વિઝ્યુલાઇઝેશન અને એનિમેશનમાં ત્રણ મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો.

20 પ્રોજેક્ટર અને અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સમગ્ર પ્રસ્તુતિ જીવંત થઈ ઊઠે છે. પ્રેક્ષકો જાણે મંદિર નિર્માણની ઐતિહાસિક સીમાચિહ્નસમી ઘટનાઓ જેવી કે 1997માં શારજાહના રણમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અબુધાબીમાં મંદિર નિર્માણ નો સંકલ્પ, 2018માં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનના પ્રેસિડેન્શિયલ પેલેસમાં સંતોની મુલાકાત, 2024માં મહંત સ્વામી મહારાજ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્ઘાટન વગેરે પ્રસંગોની રોમાંચક અનુભૂતિ કરે છે.આ ઈમર્સિવ શોના ઉદ્ઘાટન કાર્યક્રમ બી એ પી એસ હિન્દુ મંદિરના ‘ઓર્ચડ’ માં યોજવામાં આવ્યો હતો. આ મંદિરના મુખ્ય સંત અને તેના નિર્માણમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાસાઓમાં માર્ગદર્શન આપનાર મુખ્ય કાર્યવાહક સંત તરીકે જેમણે સેવાઓ પ્રદાન કરી છે, તેવા બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું,

"આ ’ ધ ફેરી ટેલ ’ શોના ઉદ્ઘાટન પ્રસંગે અમે ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ, આ શો મંદિરની અકલ્પનીય યાત્રાને તો દર્શાવે જ છે, પરંતુ સાથે સાથે સૌના હૃદયનું પ્રતિબિંબ પણ છે. યુ એ ઈમાં જે પ્રેમ, સંવાદિતા અને સહકાર સાંપડ્યો છે તે વૈશ્વિક સંવાદિતા માટેના આધ્યાત્મિક સ્થાન એવા આ મંદિરના સર્જનમાં કારણભૂત છે. અહીં શરૂ થઈ રહેલો ઇમર્સિવ્ શો, અહીં આવનાર પ્રત્યેક યુએઈના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો અને વિવિધ પ્રોફેશનલ્સ એમ કુલ 250 જેટલાં આમંત્રિતોને સંબોધન કરતાં ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ સતીશ કુમાર સિવાને જણાવ્યું હતું."અબુ ધાબીમાં સ્વામિ નારાયણ મંદિરનું સર્જન વાસ્તવમાં એક પરી કથા (ફેરી ટેલ) જેવું છે! આ ટેગ લાઈન મંદિરની ગાથાના સારને અભિવ્યક્ત કરે છે. આ અશક્ય છે, અકલ્પનીય છે, અને વાસ્તવમાં હોઇ શકે તેના કરતાં વધુ વાસ્તવિક છે! હું એવું દ્રઢ પણે માનું છું કે ભારત અને યુએઈ સમગ્ર માનવજાત માટે અનુકરણીય માર્ગ રચી શકે છે. આપણે શાંતિના સંદેશને પ્રસારિત કરવા માટે આપણી જાતને સમર્પિત કરીએ, કારણકે વિશ્વને આજે શાંતિના ઔષધની તાતી જરૂૂર છે.

કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેન એવા ડો. મુઘીર ખામિસ અલ ખાઈલીએ બ્રહ્મવિહારી સ્વામી સાથે આ શોને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે "આ શો દ્વારા થતી ગહન અનુભૂતિ જેની આજે વિશ્વમાં ખૂબ જરૂર છે, તેવા સહિષ્ણુતા અને સંવાદિતાના સંદેશને યથાર્થ રીતે દ્રઢ કરાવે છે. તે અકલ્પનીય, પ્રેરણાદાયક, અને અસામાન્ય છે. અબુ આ મંદિર સંવાદિતા કેવી રીતે ઉદભવે છે, અને કેવી રીતે મદદ કરે છે તેનું સુંદર ઉદાહરણ છે.”

Advertisement
Tags :
Advertisement
Advertisement