For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના યુવકને આફ્રિકામાં બંધક બનાવવા મામલે સરકાર એક્શનમાં

04:39 PM Jul 19, 2024 IST | Bhumika
રાજકોટના યુવકને આફ્રિકામાં બંધક બનાવવા મામલે સરકાર એક્શનમાં
Advertisement

યુવકના માતા અને ભાઈને ધમકી આપનાર રાજકોટના બે શખ્સોને ઉઠાવી લેતી તાલુકા પોલીસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું યુવકના પરિવારને તેડું

રાજકોટથી કમાવવા માટે આફ્રિકાના કીનસાસા રાજકોટના જય કોરીયા નામના યુવાનને તેના માલિકે ચોરીનું આડ મુકી બંધક બનાવ્યાની ઘટનામાં જયના માતા અને ભાઈએ સરકાર પાસે મદદ માટે અપીલ કરતાં આ ઘટનાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર એકશનમાં આવી છે અને આફ્રિકા ખાતે બંધક જય કોરીયાને ભારત પરત લાવવાના પ્રયાસો શરૂ થયા છે. આફ્રિકામાં બંધક જયના માલિક મેહુલ ગોહેલે તેના ઉપર અત્યાચાર ગુજાર્યો હોય અને બીજી તરફ આ મામલે રૂપિયાની માંગણી કરી તેને છોડાવવા માટે ધમકીઓ આપી હતી. મેહુલ ગોહેલે રાજકોટ ખાતે રહેતા તેના ભાઈ વિકી ગોહેલ અને અન્ય એક વચેટીયા દિલીપ આહીરની મદદથી જયના પરિવાર ઉપર દબાણ લાવવા માટે ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતું. આ મામલે જયના પરિવારે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાને કરેલી રજૂઆત બાદ તાલુકા પોલીસમાં તપાસ આપવામાં આવી છે. તાલુકા પોલીસે આફ્રિકાથી રાજકોટ આવેલા મેહુલ ગોહેલના ભાઈ વિકી ગોહેલ અને દિલીપ આહીરને ઉઠાવી લઈ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

કીનસાસામાં બોરવેલ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો જય દિનેશભાઈ કોરીયાના મિત્રએ કંપનીમાંથી લીધેલ આઠ હજાર ડોલર એટલે કે ભારતીય રકમ મુજબ રૂા.6.80 લાખ જય પાસેથી વસુલવા માટે તેના ઉપર ચોરીનું આડ મુકી ગત તા.3-6-2024નાં રોજ તેને કંપનીના માલિકે બંધક બનાવ્યો હતો અને જય પાસે વિડિયો કોલ કરાવી પરિવારજનોને આ રકમ ચુકવવા માટે અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. મધ્યમ વર્ગનો પરિવાર 6.80 લાખ ચુકવવા તૈયાર થયો ત્યારે કંપનીના માલિકે ત્રણ ગણી રકમની માંગણી કરી 22 લાખ ચુકવો તો જ જયને છોડશું તેવી સ્પષ્ટ વાત કરી હતી. છેલ્લા એક મહિનાથી જય બંધક છે ત્યારે તેના ભાઈ અભય ગોહેલ અને માતા એ મદદ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું સપર્ક કર્યો હતો.

આ ઘટનાને લઈને રાજ્ય કક્ષાના મંત્રીઓ તેમજ દિલ્હીના સાંસદે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી હતી. જય અને તેની માતાને રાજકોટમાં પણ અવારનવાર ધમકીઓ મળતી હતી. આફ્રિકા રહેતા મેહુલ ગોહેલના રાજકોટ આવેલા ભાઈ વિકી ગોહેલ અને દિલીપ આહીર નામના શખ્સે રકમ આપશો તો જ જયને મુકત કરશું તેવી ધમકીઓ આપી હતી. આ મામલાને લઈને જયનો ભાઈ અભય અને તેની માતા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા પાસે ગયા હતાં અને આ અંગેની તપાસ તાલુકા પોલીસને સોંપવામાં આવી હતી. તાલુકા પોલીસે આફ્રિકાથી રાજકોટ આવેલા વિકી ગોહેલ અને દિલીપ આહીરને ઉઠાવી લઈ આ મામલે તેની પુછપરછ શરૂ કરી છે. બીજી તરફ સરકાર પણ આ મામલાને લઈ હરકતમાં આવી છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જય કોરીયાના પરિવારને તેડુ મોકલી ગાંધીનગર રૂબરૂ મળવા બોલાવ્યા છે.

સમગ્ર મામલો મીડિયામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયે પણ આ મામલે આફ્રિકા ખાતે ઈન્ડિય એમ્બેસીને જાણ કરી જય કોરીયાની મુક્તિ બાબતે વાતચીત શરૂ કરી છે. એ વાત ઉલ્લેખનીય છે કે જયને બંધક બનાવનાર બોરવેલ કંપનીનો માલીક પણ રાજકોટનો છે અને તેને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે ખુબ નજીકનો સંબંધ હોય સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ જયને મુકત કરવા માટે મેહુલ ગોહેલને અપીલ કરી હતી. પરંતુ કોઈ કારણસર પૈસા વિના જયને મુકત કરવા માટે તે તૈયાર નથી.

જય કોરિયાને ધમકાવી મેહુલે ધરાર વીડિયો બનાવ્યો
આફ્રિકામાં કીનસાસા ખાતે બંધક જય કોરીયાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે ગરમાતા જયને બંધક બનાવનાર તેના માલિક મેહુલ ગોહેલે જયને ધમકાવી પરાણે સમગ્ર મામલો ખોટો હોવાનું પુરવાર કરવા વિડિયો બનાવ્યો હતો. ત્યારબાદ જયએ પણ જેલમાંથી એક વિડિયો બનાવી તેના પરિવારને અને મીડિયાને મોકલ્યો છે જેમાં તે સ્પષ્ટ જણાવે છે કે તેને ધમકાવીને મેહુલે વિડિયો બનાવ્યો હતો. જેથી તેની સામે સરકાર કોઈ કાર્યવાહી કરી શકે નહીં. આફ્રિકાની જેલમાં જઈને મેહુલે આ વિડિયો ધરાર આ વિડિયો બનાવ્યો હોય આ મામલે પણ જો તપાસ કરવામાં આવે તો આફ્રિકાના કીનસાસા બનેલા આ વિડિયો અંગે ત્યાંના કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જયને વિડિયો કોલમાં જ્યારે પરિવાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેને વાળ પકડીને માર મારવામાં આવતું હોવાનું વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement