અમેરિકાને ખુશ કરવા ગૂગલ ટેક્સ દૂર કરાશે
ફાઈનાન્સ બિલમાં સુધારો કરી 6% ઈક્વલાઈઝેશન લેવી રદ કરાશે: ગૂગલ, મેટા જેવી કંપનીઓને ઘી-કેળાં
અમેરિકાને રાજી રાખવા માટે મોદી સરકારે ફાઈનાન્સ બિલ 2025માં સુધારો કરવાની તૈયારી કરી છે. ભારત સરકાર પહેલી એપ્રિલથી ડિજિટલ જાહેરાતોમાંથી કમાણી કરતી વૈશ્વિક કંપનીઓ પરથી ગૂગલ ટેક્સ દૂર કરવા જઈ રહી છે. ટેક્સ બોજમાં ઘટાડો થવાથી ગૂગલ અને મેટા જેવી કંપનીઓને મોટી રાહત મળી છે. આ સુધારામાં સૌથી મોટા સમાચાર એ છે કે 6% ઈક્વલાઈઝેશન લેવી દૂર કરવામાં આવી છે. આ કંપનીઓને આનો સીધો ફાયદો થશે.
ઈક્વલાઇઝેશન લેવી એ એક પ્રકારનો ટેક્સ હતો જે ભારત સરકારે 2016માં રજૂ કર્યો હતો. આ ટેક્સ વિદેશી ડિજિટલ કંપનીઓ પર લાદવામાં આવ્યો હતો. જે ભારતીય યુઝર્સને ડિજિટલ સેવાઓ (જેમ કે જાહેરાતો, ઓનલાઈન શોપિંગ, ક્લાઉડ સેવાઓ) ઓફર કરે છે. તેનો મુખ્ય હેતુ એ હતો કે આ કંપનીઓ પર એ જ રીતે ટેક્સ લાદવામાં આવે જે રીતે ભારતીય કંપનીઓ પર લોકલ લેવલ ટેક્સ લાદવામાં આવે છે.
6 ટકા ઈક્વલાઇઝેશન લેવી દ્વારા વિદેશી કંપનીઓ જે ગૂગલ, મેટા, એમેઝોન પર ડિજિટલ જાહેરાતો દ્વારા ભારતીય જાહેરાતકર્તાઓ પાસેથી પૈસા કમાતી હતી. આ 6 ટકા ટેક્સ તે કંપનીઓ પર લાદવામાં આવ્યો હતો. આ કંપનીઓને ભારતીય કર પ્રણાલીમાં લાવવા માટે આ લાદવામાં આવ્યું હતું અને ભારતમાં તેમના દ્વારા કરવામાં આવતા વ્યવસાય પર કર લાદવામાં આવી શકે છે.
આ સુધારા પછી આ કંપનીઓએ હવે ભારતમાં તેમની ડિજિટલ સેવાઓમાંથી થતી આવક પર ઓછો કર ચૂકવવો પડશે. આનાથી તેમનું એકંદર ટેક્સ બિલ ઘટશે અને તેઓ તેમની આવકનો મોટો હિસ્સો તેમના રોકાણ અથવા વૃદ્ધિ માટે વાપરી શકશે.
ટેક્સમાં ઘટાડાથી આ કંપનીઓને તેમના ભારતીય કામગીરીને વધુ વિસ્તૃત કરવાની તક મળશે. તેઓ હવે તેમની સેવાઓના ભાવમાં વધુ સુગમતા લાવી શકે છે. આ ઉપરાંત તે ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે.
અગાઉ ઈક્વલાઇઝેશન લેવીને કારણે વિદેશી કંપનીઓને અમુક અંશે નુકસાન થતું હતું. સ્થાનિક કંપનીઓને સ્પર્ધાનો ફાયદો થયો. હવે જ્યારે ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, ત્યારે વિદેશી કંપનીઓ તેમની સેવાઓ વધુ સારી રીતે આપી શકશે. ભારતીય ડિજિટલ બજાર માટે આ એક મોટો ફેરફાર હોઈ શકે છે.
ભારત અમેરિકા પાસેથી ટેરિફમાં રાહત માગશે
દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો માટે મંગળવારે અમેરિકી અધિકારીઓ દેશમાં આવશે ત્યારે ભારતની સરકાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફમાંથી મુક્તિ માંગશે, આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું.નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ અને મધ્ય એશિયા માટે યુએસ આસિસ્ટન્ટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડન લિંચ અને અધિકારીઓની એક ટીમ ચાલુ વેપાર ચર્ચાના ભાગરૂૂપે 25-29 માર્ચ દરમિયાન ભારતની મુલાકાત લેશે.નવી દિલ્હીમાં અધિકારીઓ પરસ્પર ટેરિફમાંથી મુક્તિ માટે કેસ કરે તેવી અપેક્ષા છે, જે 2 એપ્રિલથી અમલમાં આવવાની છે.