સોનાનો મહેલ, સોનાની કાર, પ્લેનનો ઢગલો, 7000 ગાડીઓ…જાણો કોણ છે સુલતાન હસનલ, જેમની સાથે મુલાકાત કરવા PM મોદી પહોંચ્યા બ્રુનેઈ
પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે કે 3 સપ્ટેમ્બરે બ્રુનેઈની મુલાકાતે છે. પીએમ મોદી સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ પહોંચ્યા છે. સુલતાન હસનલ બોલ્કિયાને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે અને આ દેશ તેના તેલના ભંડાર માટે જાણીતો છે. અહીંની કુલ વસ્તી લગભગ 4.5 લાખ છે.
1984માં યુનાઈટેડ કિંગડમની ગુલામીમાંથી આઝાદ થયેલા બ્રુનેઈ દેશની બાગડોર સુલતાન હસનલ બોલ્કિયાના હાથમાં છે. તેમનું પૂરું નામ હસનલ બોલ્કિયા ઈબ્ની ઓમર અલી સૈફુદ્દીન તૃત્ય છે, જે લગભગ 78 વર્ષના છે. હસનલ બોલ્કિયા તેની વૈભવી જીવનશૈલી માટે વિશ્વભરમાં જાણીતા છે.
ધ ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ હસનલ બોલ્કિયા એક ભવ્ય આલીશાન મહેલમાં રહે છે અને તેમની પાસે ટ્રિલિયનની સંપત્તિ છે. આ સાથે બ્રુનેઈના 29મા સુલતાન પાસે લગભગ 7000 કાર છે. જેની અંદાજિત કિંમત 5 અબજ ડોલરથી વધુ છે. હસનલ બોલ્કિયા પાસે સેંકડો કાર છે. આ સિવાય તેની પાસે પોતાનું બોઇંગ 747 પ્લેન છે. તેની કિંમત હજાર કરોડ રૂપિયા છે. તેમની માલિકીનું પ્રાઈવેટ જેટ સોનાનું છે. આમાં 989 હજાર કરોડ રૂપિયા અલગથી ખર્ચવામાં આવ્યા છે.
એટલું જ નહીં હસનલ બોલ્કિયા પાસે 500 રોલ્સ રોયસ કાર અને 300 ફરારી કાર છે. તેમની પાસે બોઇંગ 767- 200, એર બેઝ A340- 200 અને બે સિકોર્સ્કી હેલિકોપ્ટર પણ છે. તેઓ ગમે ત્યાં જવા માટે તેનો ઉપયોગ કરે છે. સુલતાનના મહેલમાં 5 સ્વિમિંગ પૂલ, 257 બાથરૂમ અને 1700થી વધુ રૂમ છે. 110 ગેરેજ ઉપરાંત એર કન્ડીશનીંગ સાથે 200 હોર્સ ફાર્મ છે. આ મહેલના ગુંબજને 22 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યો છે.
હસનલ બોલ્કિયાના ઘરનું નામ નુરુલ ઈમાન પેલેસ છે. દેશને આઝાદી મળ્યા બાદ વર્ષ 1984માં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેનું નામ સૌથી મોટા મહેલ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. આ મહેલ 2 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં બનેલો છે. GQ રિપોર્ટ અનુસાર હસનલ બોલ્કિયાના ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસની કિંમત 2550 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.