સોનાની દાણચોરી: નેપાળના પૂર્વ સ્પીકરની ધરપકડ
- પૂર્વ ઉપરાષ્ટ્રપતિના પુત્રની પણ આ મામલે અગાઉ ધરપકડ થઇ હતી
નેપાળની સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ભૂતપૂર્વ સ્પીકર અને શાસક પક્ષના વરિષ્ઠ સભ્ય કૃષ્ણ બહાદુર મહારાની કાલે સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને કાઠમંડુ લાવવામાં આવ્યા છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની આગેવાની હેઠળની નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી-કેન્દ્ર)ના ઉપાધ્યક્ષ 65 વર્ષીય મહારાની કપિલવસ્તુ જિલ્લાના પકડીમાંથી ધરપકડ કરવામાં આવી. નેપાળ પોલીસે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ નંદ બહાદુર પુનના પુત્ર દિપેશ પુનની આ જ કેસમાં 15 માર્ચે ધરપકડ કરી હતી. દિપેશ સત્તારૂૂઢ સીપીએન (માઓઇસ્ટ સેન્ટર)ના વિદ્યાર્થી સંગઠનનો જનરલ સેક્રેટરી પણ છે. જ્યારે મહેરાનો પુત્ર રાહુલ ગયા વર્ષે 30 ઓગસ્ટે સોનાની દાણચોરીમાં પકડાયો હતો.કાઠમંડુ પોસ્ટ અખબાર અનુસાર, નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રબી લામિછાનેએ રવિવારે સોનાની દાણચોરી પર તપાસ પંચના અહેવાલને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.