For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવૈતમાં સંસદીય ડેલિગેશનના સભ્ય ગુલામનબીની તબિયત લથડી

11:13 AM May 28, 2025 IST | Bhumika
કુવૈતમાં સંસદીય ડેલિગેશનના સભ્ય ગુલામનબીની તબિયત લથડી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદને ગઇકાલે કુવૈતની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રવાસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

ભાજપના સાંસદ બૈજયંત પાંડા, જેઓ આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમણે X પરની પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળના આગામી તબક્કામાં તેમની ગેરહાજરી વર્તાશે.
બૈજયંત પાંડાએ જણાવ્યું હતું કે, નસ્ત્રઅમારા પ્રતિનિધિમંડળના પ્રવાસના મધ્યમાં, ગુલામ નબી આઝાદને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેમની તબિયત સ્થિર છે, તેઓ મેડિકલ સુપરવિઝન હેઠળ છે, અને કેટલાક ટેસ્ટ અને પ્રોસિજર કરાવશે. બહેરીન અને કુવૈતમાં યોજાયેલી બેઠકોમાં તેમનું યોગદાન અત્યંત પ્રભાવશાળી હતું, અને તેઓ પથારીવશ થવા બદલ નિરાશ છે. સાઉદી અરેબિયા અને અલ્જીરીયામાં તેમની ગેરહાજરી અમને ખૂબ જ ખટકશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement