ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગાંધી’ ફિલ્મ છવાઇ

05:32 PM Sep 08, 2025 IST | Bhumika
Advertisement

ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ( TIFF)માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ગાંધી, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી હતી. ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે પહેલી વાર કોઈ ભારતીય સિરીઝને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ( TIFF)માં દર્શાવવામાં આવી હતી.

Advertisement

ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગાંધી ફિલ્મની ટીમે હાજરી આપી હતી. આ વિશેષ અવસરે રેડ કાર્પેટ પર સમીર નાયર (મેનેજિંગ ડિરેક્ટર, એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ), નિર્દેશક હંસલ મહેતા, અભિનેતા પ્રતીક ગાંધી, ટોમ ફેલ્ટન, કબીર બેદી, ભામિની ઓઝા અને સંગીતકાર એ.આર. રહમાન હાજર રહ્યા હતા. ટીમે જણાવ્યું કે, આ ભારતની વાર્તાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો ગૌરવભર્યો ક્ષણ રહ્યો. સમીર નાયરે કહ્યું, મહાત્મા બનતા પહેલા તેઓ મોહન હતા મહત્ત્વાકાંક્ષી, માણસ તરીકે ભૂલો કરતા અને ક્યારેક સંકોચ અનુભવતા. તેમનું જીવન કિસ્મત અને નિર્ણયોનું મિશ્રણ છે. એ છે અમારો ગાંધી, દરેક માટેની એક કહાની.

ફેસ્ટિવલ દરમિયાન ગાંધીના બે એપિસોડ દર્શાવવામાં આવ્યા હતા. આ એપિસોડ્સે દર્શકોને એ યુવાન ગાંધીથી પરિચિત કરાવ્યા, જેમણે નિષ્ફળતાઓ, ગૂંચવણો અને આત્મ શોધનો સમય જોયો હતો. આ પાસાં તેમને આજની પેઢી માટે વધુ નજીકના બનાવે છે.

Tags :
gujaratgujarat newsToronto International Film FestivalworldWorld News
Advertisement
Next Article
Advertisement