For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશમાંથી ભયભીત હિંદુઓનુું ભારતીય સરહદ તરફ પલાયન

11:05 AM Aug 07, 2024 IST | Bhumika
બાંગ્લાદેશમાંથી ભયભીત હિંદુઓનુું ભારતીય સરહદ તરફ પલાયન
Advertisement

બેફામ અત્યાચારો-લૂટફાટ બાદ હિંદુ પરિવારો દેશ છોડવા મજબૂર, સરહદો સીલ હોવાથી હજારો લોકો ફસાયા

હવે બાંગ્લાદેશમાં હિંદુઓ માટે કોઈ સ્થાન નથી મોટાભાગના પરિવારોએ દેશ છોડવાની તૈયારી કરી લીધી છે. સેંકડો હિંદુ પરિવારો સરહદ તરફ રવાના થયા છે, પરંતુ સરહદ સીલ હોવાને કારણે તેઓ અટવાઇ ગયા છે. તો અન્ય જિલ્લાઓમાં પણ સક્ષમ હિન્દુ પરિવારો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે.

Advertisement

બાંગ્લાદેશમાં રહેતા લાખો હિન્દુ પરિવારોની આ પીડાદાયક અગ્નિપરીક્ષા છે, જેમણે વર્ષ 1971માં બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયા પછી પણ અનેક રમખાણો થયા, હિંદુઓ પર અત્યાચાર થયા, મંદિરો તોડવામાં આવ્યા પણ આ પરિવારોએ દેશ છોડવાની ના પાડી દીધી હતી પણ આ વખતે ધીરજનો બંધ તૂટી રહ્યો છે.

તેઓ કહે છે કે, હવે અમારી પાસે સ્થળાંતર સિવાય કોઈ વિકલ્પ નથી. સ્થાનિકો કહે છે કે અમે ઘણી વખત હુમલા જોયા છે, પરંતુ આ વખત જેવી સ્થિતિ પહેલા ક્યારેય નહોતી. 1971માં અમે પાકિસ્તાન સામે સાથે મળીને લડ્યા હતા, પરંતુ આ વખતે માત્ર હિન્દુઓ અને લઘુમતી સમુદાયો જ જમાતીઓના નિશાના પર છે. અમારી નજર સામે મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે. અમારા ઘર પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. સરહદ ખુલતાની સાથે જ અમે દેશ છોડી દઈશું, પરંતુ તે પહેલા અમારી સાથે શું થશે તે અમને ખબર નથી.

અવામી લીગના નેતા અને ટ્રાન અને સમાજ કલ્યાણ સમિતિના નાયબ સભ્ય અજય કુમાર સરકાર કહે છે કે, બાંગ્લાદેશના કુલ 64 જિલ્લાઓમાંથી 21 જિલ્લામાં હિન્દુઓની વસ્તી છે. આમાં મુખ્ય જિલ્લાઓમાં ફિરોઝપુર, ગોપાલગંજ, બઘેરહાટ, ખુલના, જશોર, બગુડા, જીલ્દા, ઝાલોકાઠી, બોડીશાલ, દિનાજપુર, પંચોગ્રામ, બોગુડા, લાલમોનીર હાટ, કુડીગ્રામ, રંગપુર વગેરે છે. 1986માં એક સમય હતો, જ્યારે હું અને મારા ગામના બાળકો મુસ્લિમ વસ્તી જોવા માટે ગામથી 10 કિમી દૂર જતા હતા.

કારણ કે તેમાં મોટાભાગની હિંદુઓની માલિકી હતી. આજે થોડાં જ મકાનો બાકી છે. આ વખતે પણ આ મકાનો બચશે નહીં. દુપચાચીયા અને આદોમદીઘીમાં હિન્દુ પરિવારોના ઘરો પર હુમલા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને અરાજકતા વચ્ચે ત્યાંના લગભગ 27 રાજ્યોમાં હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.ગુસ્સે ભરાયેલા ટોળાએ લગભગ 27 જિલ્લાઓમાં હિંદુઓના ઘરો તેમજ તેમના વેપારી મથકોને નિશાન બનાવ્યા છે. એટલું જ નહીં બદમાશોએ તેની કિંમતી સામાન પણ લૂંટી લીધો હતો. ત્યાં મંદિરો અને ગુરુદ્વારાઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે. શેખ હસીનાએ સત્તા અને દેશ છોડ્યા બાદ ત્યાંની સ્થિતિ વધુ ખરાબ બની છે.

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓના ઘરો, મંદિરો અને તેમની વ્યાપારી સંસ્થાઓને નિશાન બનાવવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે તે ત્યાંની વર્તમાન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. બાંગ્લાદેશ સરહદ પર તૈનાત સુરક્ષા દળોને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે પાડોશી દેશની સ્થિતિ ચિંતાજનક છે. ભારત સરકાર ત્યાંની વર્તમાન વ્યવસ્થાના સંપર્કમાં છે.

ભારતીયોનું એરલિફ્ટિંગ શરૂ, વિશેષ ફલાઇટો શરૂ કરાઇ

એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ આજે સવારે છ શિશુઓ સહિત 205 લોકોને ઢાકાથી નવી દિલ્હી લઈ આવી હતી. મંગળવારે મોડી રાત્રે બાંગ્લાદેશની રાજધાની માટે ઉપડેલી ચાર્ટર્ડ ફ્લાઇટ A321 નિયો એરક્રાફ્ટથી ઓપરેટ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ ત્યાંના એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારો હોવા છતાં, ખૂબ જ ટૂંકી સૂચના પર, કોઈપણ મુસાફરો વિના રાષ્ટ્રીય રાજધાનીથી ઉડાન ભરી ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. એર ઈન્ડિયા બુધવારથી તેની નિર્ધારિત કામગીરી - રાષ્ટ્રીય રાજધાનીથી ઢાકા સુધીની બે દૈનિક ફ્લાઈટ્સ - શરૂૂ કરશે. વિસ્તારા અને ઈન્ડિગો પણ શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની રાજધાનીમાં તેમની સેવાઓનું સંચાલન કરશે. વિસ્તારા મુંબઈથી દૈનિક ફ્લાઈટ્સ અને દિલ્હીથી ઢાકા સુધી ત્રણ સાપ્તાહિક સેવાઓનું સંચાલન કરે છે. સામાન્ય રીતે, ઈન્ડિગો દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈથી ઢાકા માટે દૈનિક એક ફ્લાઈટ અને કોલકાતાથી બે દૈનિક સેવાઓનું સંચાલન કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement