અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી ફાયરિંગ: હુમલાખોરની ધરપકડ
બે મહિનામાં બીજો હુમલો, AK-47 સહિતના હથિયારોથી હુમલો કરતા ભારે તનાવ: ટ્રમ્પ સુરક્ષિત
અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષીત છે. સુરક્ષા એજન્સીઓએ ફાયરીંગ કરીને બાગી ગયેલ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. હુમલાખોરની આવેલ રેયાન રુથ તરીકે થઈ છે તેની ઉમર 58 વર્ષની છે.
અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી એફબીઆઈએ કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર રવિવારે ફરી એકવાર ઘાતક હુમલાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ટ્રમ્પ બહુ ઓછા બચ્યા હતા. સિક્રેટ સર્વિસ એજન્ટોએ ટ્રમ્પના નિવાસસ્થાન માર એ લાગો ગોલ્ફ કોર્સ નજીક ગોળીબારમાં એક શકમંદની ધરપકડ કરી છે. શંકાસ્પદની ઓળખ 58 વર્ષીય રેયાન વેસ્લી રૂૂથ તરીકે થઈ છે. સ્થળ પરથી એક અત્યાધુનિક અઊં-47 રાઈફલ, એક સ્કોપ અને એક ૠજ્ઞઙજ્ઞિ કેમેરા પણ મળી આવ્યા છે.
એફબીઆઈએ કહ્યું કે ટ્રમ્પના નિવાસસ્થાનની આસપાસ ગોળીબાર થયા બાદ સિક્રેટ સર્વિસ એજન્ટોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. જેના પર ઝાડીમાં છુપાયેલો રેયાન રૂૂથ બહાર આવ્યો હતો અને કાળા રંગની કારમાં સ્થળ પરથી નાસી ગયો હતો. જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પામ બીચ કાઉન્ટી શેરિફ રિક બ્રેડશોએ કહ્યું કે તેમણે ટ્રમ્પ પર હુમલો કરવાના આરોપીની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેયાન રૂૂથ નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો વિસ્તારનો રહેવાસી છે અને વ્યવસાયે પૂર્વ ક્ધસ્ટ્રક્શન વર્કર છે. રૂૂથની કોઈ ઔપચારિક લશ્કરી પૃષ્ઠભૂમિ નહોતી, પરંતુ તેણે સોશિયલ મીડિયા પર સશસ્ત્ર લશ્કરી સંઘર્ષમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને યુક્રેન પર રશિયાના હુમલા બાદ તેણે યુક્રેન વતી યુદ્ધ લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રૂૂથે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે તે યુક્રેન માટે લડવા અને મરવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં એક સભા સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી.