For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતા

02:18 PM Dec 25, 2024 IST | Bhumika
અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ  110 યાત્રીઓ સવાર હતા

Advertisement

કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે આજે(25 ડિસેમ્બર) નાતાલના દિવસે પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મધ્ય એશિયાઈ દેશના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે વિમાનમાં સવાર કેટલાક લોકો બચી ગયા હતા.

અકસ્માતની જાણ થતાં જ ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વિમાન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા સંચાલિત હતું. તે રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલાઈ ગયો હતો.

Advertisement

https://x.com/BNONews/status/1871816169923252241

કઝાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર વિમાનમાં 105 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે, રોઇટર્સે આ માહિતીની પુષ્ટિ કરી નથી. અકસ્માત અંગે અઝરબૈજાન એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અકસ્માત ઉડ્ડયન સુરક્ષા માટે બીજી પડકારજનક ઘટના છે. વધુ માહિતી મળ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે, આ દરમિયાન, કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

https://x.com/KonulikShahin/status/1871824387416182918

ફ્લાઈટ રડાર 24 અનુસાર જે પ્લેન અકસ્માતમાં સામેલ થયું હતું. તે અઝરબૈજાન એરલાઈન્સનું Embraer ERJ-190 હતું. તે બાકુથી ગ્રોઝની માટે સવારે 3:55 UTC (ભારતીય સમય મુજબ 9:25) પર ઉડાન ભરી હતી. ફ્લાઈટમાં જીપીએસની સમસ્યા હતી, જેના કારણે તેણે અકસ્માત પહેલા કામ કરવાનું બંધ કરી દીધું હતું. દુર્ઘટના સાથે જોડાયેલા અન્ય એક વીડિયોમાં જોવા મળે છે કે દુર્ઘટના સ્થળે ઘણા લોકો હાજર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement