પાકિસ્તાની સેના તાલીબાનો વચ્ચે ગોળીબારમાં પાંચ જવાનોના મોત
રવિવારે પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે અફઘાનિસ્તા સાથેના સરહદી સંઘર્ષમાં પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે; આ સંઘર્ષ, જેણે બંને દેશોના સંબંધોને અસર કરી છે, તે તાજેતરના દિવસોમાં વધ્યો છે. આ હુમલાઓ વચ્ચે જ અફઘાન અને પાકિસ્તાની અધિકારીઓ યુદ્ધવિરામ કરારને લઈને ઇસ્તંબુલમાં બેઠક કરી રહ્યા હતા, જ્યારે તાલિબાન 50 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કરી રહ્યું છે.
પાકિસ્તાની સેનાના પ્રોપગેન્ડા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન (ISPR) એ X પરની પોસ્ટમાં જણાવ્યું કે, આ મહિને થયેલી અથડામણ 2021માં તાલિબાનનું નિયંત્રણ આવ્યા બાદની સૌથી તીવ્ર સરહદી હિંસા છે. આ હુમલાઓ એવા સમયે થયા જ્યારે અફઘાન અને પાકિસ્તાની અધિકારીઓ તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ કરારને લઈને ઇસ્તંબુલમાં વાટાઘાટો કરી રહ્યા હતા.
હુમલાના સમય પર સવાલ ઉઠાવતા સેનાએ હુમલાના સમય પર પ્રશ્ન ઉઠાવીને કહ્યું, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ તુર્કીમાં વાતચીત કરી રહ્યા છે, ત્યારે ફિતના અલ ખ્વારિજ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો થવા એ મહત્ત્વપૂર્ણ છે.
આ બાબત વચગાળાની અફઘાન સરકાર પોતાની જમીન પરથી ઉત્પન્ન થતા આતંકવાદના મુદ્દાને સંબોધવા મામલે કેટલા ઇરાદા ધરાવે છે તેના પર શંકા પેદા કરે છે.