ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેસ્ટ ઇન્ડિઝમાંથી ફેક પાસપોર્ટ સાથે પાંચ ગુજરાતી ઝડપાયા

12:39 PM Oct 11, 2025 IST | Bhumika
Advertisement

ખતરનાક વોટર ચેનલ મારફત અમેરિકામાં ઘુસણખોરી માટે આવ્યાની શંકા, મોટી રકમનો દંડ ફટકારાયો

Advertisement

ફેક પાસપોર્ટ પર વેસ્ટ ઈન્ડિઝમાં આવેલા ગ્રેનેડા નામના દેશમાં લેન્ડ થયેલા પાંચ ગુજરાતીઓની ધરપકડ થઈ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રોયલ ગ્રેનેડા પોલીસ ફોર્સ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી અનુસાર આ પાંચેય આરોપીઓની સપ્ટેમ્બર 06, 2025ના રોજ એરપોર્ટ પરથી જ ઈમિગ્રેશન એન્ડ પાસપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો વેસ્ટઇન્ડિઝ થઇ ડંકી રૂટ મારફત અમેરિકામાં ઘુસવા માંગતા હોવાની દ્રઢશંકા છે.

તેમની પાસેના પાસપોર્ટમાં ચેડા કરાયેલા હોવાનું પુરવાર થતાં આ તમામ સામે આ કાર્યવાહી થઈ હતી જેમાં એક પુરુષ અને ચાર મહિલાને અરેસ્ટ કરાયા હતા. જે ગુજરાતીઓને ગ્રેનેડાની પોલીસે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરવાના કેસમાં આરોપી બનાવ્યા છે, તેમના નામ મલકેશ પટેલ, આરતી પટેલ, નીધિ પટેલ, ઈશિતા પટેલ તેમજ આશિકા ગજ્જરનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ પાંચમાંથી 35 વર્ષનો મલકેશ પટેલ અને 27 વર્ષની આરતી પટેલ ગુજરાતના છે જ્યારે બાકીની ત્રણેય મહિલા આરોપી મહારાષ્ટ્રની હોવાનું જણાવાયું છે. જોકે, ગ્રેનેડાની પોલીસ દ્વારા આરોપીઓના લોકેશનની જે માહિતી અપાઈ છે તેમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તેવું લાગી રહ્યું છે, એવી પણ શક્યતા છે કે જે બે આરોપી ગુજરાતના બતાવાયા છે તે ભરૂૂચના રહેવાસી હોઈ શકે છે પરંતુ મહારાષ્ટ્રના આરોપી ક્યાંના છે તેની ચોક્કસ વિગતો નથી મળી શકી.

સપ્ટેમ્બર 06ના રોજ અરેસ્ટ થયેલા આ પાંચેય ગુજરાતીઓને ઓક્ટોબર 07ના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને તમામે પોતાના પર લાગેલો ગુનો સ્વીકારી લીધો હોવાનું રોયલ ગ્રેનેડા પોલીસ ફોર્સ દ્વારા જણાવાયું છે. ગ્રેનેડાના કાયદા અનુસાર તમામ આરોપીઓએ છ-છ હજાર ડોલરનો દંડ ભરવાનો રહેશે અને જો તેઓ દંડ નહીં ભરે તો તેમને ચાર મહિનાની જેલની સજા ભોગવવી પડશે.

આ પાંચેય ગુજરાતીઓ બનાવટી પાસપોર્ટ પર ગ્રેનેડા કેમ ગયા હતા તેની કોઈ વિગતો ત્યાંની પોલીસે જાહેર નથી કરી પરંતુ આ તમામ લોકોને વોટર ચેનલથી અમેરિકા મોકલવામાં આવી રહ્યા હોય તેવી આશંકા છે, કારણકે ગ્રેનેડા જેવા દેશમાં જવા માટે કોઈ બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરે તે વાત માનવી જરા અઘરી છે. આ દેશમાં કોઈ ગુજરાતી ફરવા માટે ભાગ્યે જ જાય છે તેવામાં ત્યાં અરેસ્ટ થયેલા લોકો અમેરિકા જવા માટે જ નીકળ્યા હતા કે કેમ તેની કોઈ ચોખવટ પોલીસ દ્વારા કરવામાં નથી આવી.

સૂત્રોનું માનીએ તો કેરેબિયન ટાપુ પર આવેલા દેશો સુધી પહોંચ્યા બાદ ત્યાંથી ફ્લાઈટ કે પછી બોટ દ્વારા આવા લોકોને અમેરિકાના તાબા હેઠળ આવતા વર્જિન આયલેન્ડ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી તેઓ ડોમેસ્ટિક ફ્લાઈટ પકડીને અમેરિકા પહોંચી શકે છે. આ ગેમ આમ તો ઘણી જૂની છે પરંતુ તેમાં ભરપૂર રિસ્ક અને મોટો ખર્ચો હોવાથી એજન્ટો ભાગ્યે જ કોઈ પેસેન્જરને આ લાઈનથી અમેરિકા મોકલતા હોય છે.

બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કર્યાનું સ્વીકાર કરનારા આ પાંચેય ગુજરાતીઓને દંડ ભર્યા બાદ કે પછી જેલની સજા પૂરી થયા પછી ઈન્ડિયા ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.

અગાઉ આ રૂટ ઉપરથી અનેક લોકો થયા છે ગુમ
ઉલ્લેખનીય છે કે, આ જ લાઈનથી અમેરિકા પહોંચવાના ચક્કરમાં જે નવ ગુજરાતીઓ નવેમ્બર 2022માં ઈન્ડિયાથી એમ્સટર્ડમ પહોંચ્યા બાદ ત્યાંથી કેરેબિયન આયલેન્ડ આવ્યા હતા અને ત્યાં પહોંચ્યા પછી અમેરિકા પહોંચતા પહેલા જ આ તમામ લોકો ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા અને આજ દિન સુધી તેમનો કોઈ અતોપતો નથી.

Tags :
fake passportsgujaratgujarat newsindiaindia newsWest IndiesworldWorld News
Advertisement
Next Article
Advertisement