પુતિનની ભારત મુલાકાત દરમિયાન ફાઇટર જેટ સોદાની સંભાવના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અત્યાધુનિક Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની સંભવિત ખરીદી પર મહત્ત્વની ચર્ચા થવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. દિલ્હીમાં રશિયન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશ્કિને જણાવ્યું કે આ પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં સંયુક્ત રીતે લાયસન્સ હેઠળ પણ થઈ શકે છે.
ભારતના સ્વદેશી AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ)ને વિકસાવવામાં 2034-35 સુધીનો સમય લાગી શકે તેમ છે, ત્યારે ચીન-પાકિસ્તાનની વધતી હવાઈ ક્ષમતાઓનો તાત્કાલિક જવાબ આપવા માટે ભારત 2 થી 3 સ્ક્વોડ્રન Su-57 સીધા ખરીદી શકે છે. આ મુલાકાતમાં Su-57 ઉપરાંત S-400 અને S-500 જેવી એર ડિફેન્સ સિસ્ટમ્સ પર પણ ચર્ચા થઈ શકે છે.
ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત નિર્ણાયક સાબિત થઈ શકે છે. રશિયન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશ્કિનેના રોજ આ વાતની પુષ્ટિ કરી હતી.
પુતિનની મુલાકાત દરમિયાન Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની ખરીદી અને તેના સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરવામાં આવશે.
રશિયા આ પાંચમી પેઢીના એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં લાયસન્સ હેઠળ સંયુક્ત રીતે કરવા માટે તૈયાર છે. બાબુશ્કિને જણાવ્યું કે રશિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં યુક્રેન યુદ્ધ દરમિયાન Su-57 સહિત અનેક આધુનિક શસ્ત્રોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જેણે યુદ્ધમાં તેમની ક્ષમતાઓ સાબિત કરી છે.