ભીષણ યુદ્ધની આશંકા, યુક્રેનના સૈનિકો ટેન્ક સાથે રશિયામાં ઘુસ્યા
1000 યુક્રેનિયન સૈનિકો કુર્સ્કની સરહદ તોડી રશિયામાં, 6 બાળકો સહિત 31 ધવાયા
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા પરિવારો પોતનું ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે હવે રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં યુક્રેન સૈનિકો ટેન્ક અને બખ્તરિયાં વાહનો સાથે રશિયામાં ઘૂસી ગયા છે. આ સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બને તેવી આશંકા વધી ગઈ છે.
રશિયન સેનાની ગરુવારે (08 ઓગસ્ટ) ત્રીજા દિવસે પણ યુક્રેનના સૈનિક સાથે અથડામણ ચાલુ રહી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લગભગ 1000 યુક્રેનિયન સૈનિકોએ કુર્સ્ક (ઊીંતિસ) વિસ્તારમાં સરહદો તોડીને ટેન્ક અને બખ્તરિયા વાહનો સાથે ઘૂસી ગયા હતા. અઢી વર્ષમાં આ પ્રથમ વખત બન્યું કે યુક્રેનની સેનાએ રશિયમાં પ્રવેશ કર્યો છે. બને દેશો વચ્ચે છેલ્લા 36 કલાકથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે સુડઝા (જીમુવફ) શહેરની નજીક પણ ભીષણ અથડામણ ચાલી રહી છે. રશિયાના પ્રમુખ પુતિને યુક્રેનિયન હુમલાને મોટા પાયે ઉશ્કેરણી વાળી કાર્યવાહી ગણાવી છે. ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સર્ગેઈ મીરોનોવે આ હુમાલાને આતંકવાદી હુમલો અને આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશી વિસ્તાર પર આક્રમણ ગણાવ્યું હતું. રશિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તે હુમલાથી 6 બાળકો સહિત કુલ 31 નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા.
જો કે તે હુમલામાં રશિયાના કેટલા સૈનિકો માર્યા ગયા કે કેટલાને ઇજાઓ થઇ હતી, તે જણાવવામાં આવ્યું નથી. અગાઉ રશિયાના એક અધિકારીએ કહ્યું હતું કે જૂન 14થી હજી સુધીમાં રશિયાએ યુક્રેનના 420 ચો.કીમી (162 ચો.માઇલ)ના વિસ્તાર ઉપર કબજો જમાવી દીધો છે. બીજી બાજુ યુક્રેને મંગળવારે (6 ઓગસ્ટ) વળતો હુમલો કર્યો હતો, યુદ્ધ આખી રાત ચાલ્યું હતું. બુધવારે (7 ઓગસ્ટ) યુક્રેનની સેના ઉત્તર પશ્ચિમે ધસી ગઈ હતી, અને સરહદ નજીકનાં શહેર સુઝદા નજીક પહોંચી ગયાં હતાં. આ હુમલા પછી રશિયાના નેશનલ ગાર્ડઝે જણાવ્યું હતું કે તેમણે કુર્કસ સ્થિત ન્યુક્લિયર પાવર સ્ટેશન અને તેનાં ચારે રેડીયેટર્સની સલામતી મજબૂત બનાવી દીધી છે.