For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડરના જરૂરી હૈ, કોંગોમાં એક માસમાં મંકીપોક્સના નવા એક હજાર કેસ નોંધાયા

05:45 PM Aug 22, 2024 IST | Bhumika
ડરના જરૂરી હૈ  કોંગોમાં એક માસમાં મંકીપોક્સના નવા એક હજાર કેસ નોંધાયા
Advertisement

આફ્રિકન દેશ કોંગોમાં છેલ્લા એક મહિનામાં મંકીપોક્સના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આફ્રિકન આરોગ્ય અધિકારીઓએ દેશમાં વધતા જોખમ સામે લડવામાં મદદ કરવા માટે આવશ્યક રસીઓ માટે હાકલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલાથી જ આફ્રિકામાં ફાટી નીકળેલા રોગને વૈશ્વિક કટોકટી જાહેર કરી દીધી છે. મંકીપોક્સ વાયરસ શીતળા જેવા જ પરિવારનો છે, પરંતુ તે તાવ, શરદી અને શરીરમાં દુખાવો જેવા હળવા લક્ષણોનું કારણ બને છે. તે મોટેભાગે જાતીય સંપર્ક સહિત ત્વચા-થી-ત્વચાના નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. વધુ ગંભીર કેસ ધરાવતા લોકોના ચહેરા, હાથ, છાતી અને ગુપ્તાંગ પર ફોલ્લીઓ થઈ શકે છે.

આફ્રિકાના 54 દેશોમાંથી 12 દેશોમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે કોંગોમાં આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને અહેવાલ આપ્યો છે કે 2024 માં કુલ 18,910 કેસમાંથી 17,794 કેસ એકલા કોંગોમાં નોંધાયા છે. કેન્દ્રના જણાવ્યાં અનુસાર આ વર્ષે આ રોગને કારણે 541 લોકોનાં મોત થયા છે, જેમાંથી 535 મૃત્યુ એકલા કોંગોમાં થયા છે. આ આંકડા કદાચ ઓછો અંદાજ છે, કારણ કે કોંગોમાં પાંચમાંથી માત્ર એક શંકાસ્પદ કેસમાં મંકીપોક્સ માટે પરીક્ષણ કરવામાં આવે છે.
આફ્રિકા સીડીસીના ડિરેક્ટર-જનરલ ડો. જીન કાસેયાએ જણાવ્યું કે ઘણા પ્રભાવિત આફ્રિકન દેશોમાં પરીક્ષણ અને સર્વેલન્સ ક્ષમતાઓ મર્યાદિત છે. આફ્રિકા સીડીસી દ્વારા મંગળવારે મોડી રાત્રે પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર કોંગોએ છેલ્લા સાત દિવસમાં આફ્રિકામાં 1,405 નવા કેસમાંથી 1,030 નોંધ્યા છે. આફ્રિકામાં પમંકીપોક્સથના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અને કોંગોમાં વધુ સરળતાથી ફેલાવવામાં સક્ષમ નવા પ્રકારના વાયરસની ઓળખને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા અઠવાડિયે તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી હતી.

Advertisement

આફ્રિકા સીડીસીના મહાનિર્દેશકે કહ્યું કે તેમની સંસ્થાને યુરોપિયન યુનિયન અને રસી ઉત્પાદક બાવેરિયન નોર્ડિક તરફથી મંકીપોક્સ વિરોધી રસીના 2,15,000 ડોઝ આપવાનું વચન આપવામાં આવ્યું છે. યુએસ સહાય એજન્સીએ કહ્યું કે તેણે કોંગોને રસીના 50,000 ડોઝ દાનમાં આપ્યા છે. જાપાને પણ કોંગોને રસીના કેટલાક ડોઝ દાનમાં આપ્યા છે. પરંતુ આફ્રિકાને વધારે જરૂૂર છે. કોંગોના આરોગ્ય પ્રધાને જણાવ્યું કે તેમના એકલા દેશને રસીના 3 મિલિયન ડોઝની જરૂૂર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement