For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં પાંચ વાહનો વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત, 4 ભારતીયો જીવતાં ભુંજાયા, જુઓ વિડીયો

01:21 PM Sep 04, 2024 IST | Bhumika
અમેરિકામાં પાંચ વાહનો વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત  4 ભારતીયો જીવતાં ભુંજાયા  જુઓ વિડીયો
Advertisement

અમેરિકાના ટેક્સાસ શહેરમાં ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 4 ભારતીયો મૂળના લોકોના મોત થયાં છે. 5 કાર એકબીજા સાથે અથડાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અથડામણને કારણે એક કારમાં આગ લાગી હતી, પરંતુ તેમાં સવાર ચાર લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. અને આ 4 ભારતીય મૂળના લોકો જીવતા ભડથૂં થઈ ગયા હતાં. આ અકસ્માત 31 ઓગસ્ટે થયો હતો, જેની માહિતી હવે ભારત સુધી પહોંચી છે અને મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર એક પૂરપાટ ઝડપે દોડતી એસયુવી કારે બીજી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી જેના લીધે અકસ્માત સર્જાયો અને વાહનો આગની લપેટમાં આવી ગયા. જેના પગલે કારમાં હાજર તમામ મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા. પીડિતોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી.

Advertisement

કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા લોકો કાર પૂલિંગ એપ દ્વારા મુસાફરી કરવા માટે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ચારેય એક એસયુવીમાં અરકાનસાસ રાજ્યના બેન્ટનવિલે શહેરમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

આગમાં જીવતા દાઝી જવાથી મૃત્યુ પામેલા લોકોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમાપતિ, ફારૂક શેખ, લોકેશ પલાચરલા, દર્શિની વાસુદેવન તરીકે થઈ છે. આ બધા કારપૂલિંગ એપ દ્વારા જોડાયેલા હતા. તેઓ અરકન્સાસના બેન્ટનવિલે તરફ જઈ રહ્યા હોવાનું ખૂલ્યું છે. આ બધા લોકો પોત-પોતાના કોઈ કામથી એકસાથે નીકળ્યા હતા. આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમાં એક સંબંધીને મળી પરત ફરી રહ્યા હતા, જ્યારે લોકેશ તેની પત્નીને મળવા જઈ રહ્યો હતો. ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલી દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી.

આ ભયંકર અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓરમપથિના માતા-પિતા તો બે મહિના અગાઉ જ દીકરાના દીક્ષાંત સમારોહમાં જોડાવા માટે અમેરિકા પહોંચ્યા હતા. ઓરમપથિ ભારતમાં હૈદરાબાદનો રહેવાસી હતો અને ત્યાંથી જ તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હતો પછી તે આગળના અભ્યાસ માટે અમેરિકા જતા રહ્યો હતો. તેના પિતા હૈદરાબાદમાં મેક્સ એગ્રી જેનેટિક્સ પ્રા.લિ.ના માલિક છે. ઓરમપથિ હજુ થોડા દિવસ અમેરિકામાં રોકાવા માગતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement