For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગમખ્વાર અકસ્માત: કારે ટક્કર મારતાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોત

10:37 AM Nov 19, 2025 IST | admin
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગમખ્વાર અકસ્માત  કારે ટક્કર મારતાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોત

Advertisement

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ કાર અક્સમાતમાં ભારતીય મૂળની 33 વર્ષીય સગર્ભા મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.

એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળની એક ગર્ભવતી મહિલાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ભારતીય મૂળની 33 વર્ષીય સગર્ભા મહિલાનું કરૂણ મોત થયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, 33 વર્ષીય સમન્વયા ધારેશ્વર જેઓ આઠ મહિનાના ગર્ભવતી હતા. તેઓ શુક્રવારે તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે રોડ ચાલી રહ્યા હતાં. આ દરમિયાન આ અક્સમાત સર્જાયો હતો.

જયારે સમન્વયા ધારેશ્વર તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે રોડ ચાલી રહ્યા હતાં આ દરમિયાન, એક 'કિયા કાર્નિવલ' કાર તેમને રસ્તો ઓળંગવા દેવા માટે ધીમી પડી.તે જ સમયે, 19 વર્ષીય એરોન પાપાજોગ્લુ દ્વારા ચલાવવામાં આવી રહેલી એક BMW સેડાન કારે કથિત રીતે પાછળથી 'કિયા'ને ટક્કર મારી. આ જોરદાર ટક્કરને કારણે 'કિયા' કાર આગળની તરફ ઉછળી અને સીધી સમન્વયા સાથે અથડાઈ.

આ અકસ્માત બાદ તરત જ ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પેરામેડિક્સે ઘટનાસ્થળે જ સમન્વયાની સારવાર કરી અને ત્યારબાદ તેને વેસ્ટમીડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પરંતુ, તમામ પ્રયાસો છતાં ડોક્ટરો સમન્વયા અને તેના અજાત બાળક, બંનેમાંથી કોઈને પણ બચાવી શક્યા નહીં. સમન્વયા માત્ર થોડા અઠવાડિયામાં જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની હતી. ઓસ્ટ્રેલિયન પોલીસ આ મામલે 19 વર્ષીય BMW ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement