For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુક્રેન સામે રશિયાને મદદ કરનારી ભારત, ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકશે યુરોપિય સંઘ

11:23 AM Feb 15, 2024 IST | Bhumika
યુક્રેન સામે રશિયાને મદદ કરનારી ભારત  ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકશે યુરોપિય સંઘ

યુરોપિયન યુનિયન ભારતીય અને ચીન સહિત અન્ય ઘણા દેશોની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. યુરોપિયન યુનિયનનો આરોપ છે કે આ કંપનીઓ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને મદદ કરી રહી છે. યુરોપિયન યુનિયને આ કંપનીઓ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે અને જો આ પ્રસ્તાવને તમામ સભ્ય દેશો દ્વારા પસાર કરવામાં આવશે તો એવું પહેલીવાર બનશે જ્યારે યુરોપિયન યુનિયન કોઈ ચીની કંપની પર સીધો પ્રતિબંધ લાદશે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુરોપિયન યુનિયન જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં હોંગકોંગ, સર્બિયા, ભારત, તુર્કી અને ચીનની કંપનીઓ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે.
જોકે, કાનૂની કારણોસર કંપનીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. કંપનીઓ પર પ્રતિબંધનો અર્થ એ થશે કે જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ભવિષ્યમાં યુરોપિયન કંપનીઓ સાથે બિઝનેસ કરી શકશે નહીં. યુરોપિયન યુનિયનનો આરોપ છે કે રશિયા આ તૃતીય પક્ષ કંપનીઓની મદદથી પ્રતિબંધિત સામાન ખરીદી રહ્યું છે, જે પ્રતિબંધોને કારણે તે સીધું મેળવી શકતું નથી.

યુરોપિયન યુનિયનએ અગાઉ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરવાના આરોપમાં કેટલીક ચીની કંપનીઓ પર પ્રતિબંધોનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કેટલાક સભ્ય દેશોના વિરોધ બાદ તે પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો. ચીને પણ વચન આપ્યું હતું કે તે રશિયાને મદદ નહીં કરે. ચીન યુરોપના ઘણા દેશોનો મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. યુરોપિયન યુનિયનના મુખ્ય દેશ જર્મનીની કાર માટે ચીન સૌથી મોટું બજાર છે. આ જ કારણ છે કે યુરોપિયન યુનિયનના ઘણા દેશો ચીનની કંપનીઓ પર નિયંત્રણો લાદવામાં અચકાય છે.

Advertisement

જે કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં મોટાભાગની ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ છે. કંપનીઓ પર રશિયાને લશ્કરી અને તકનીકી રીતે મજબૂત બનવામાં મદદ કરવાનો અને રશિયાના સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવાનો આરોપ છે. ગયા વર્ષે એપ્રિલમાં યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને બેઇજિંગની મુલાકાત લીધી હતી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

યુરોપિયન યુનિયન જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં ચીનની ત્રણ કંપનીઓ, એક ભારતીય, એક શ્રીલંકાની, સર્બિયા, કઝાકિસ્તાન, થાઈલેન્ડ, તુર્કી અને હોંગકોંગની કંપનીઓનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement