પાક.માં લશ્કરી મથક પર બે બોંબ ફેંફાયા બાદ આતંકીઓ સાથે અથડામણ: 9નાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ સામે આવ્યા છે. આ એક પૂર્વ આયોજિત આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
માહિતી અનુસાર, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થઈ ગયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટથી ચાર ફૂટ ઊંડા બે ખાડા પડી ગયા અને વિસ્ફોટની તીવ્રતાને કારણે, આ વિસ્તારમાં ઓછામાં ઓછા આઠ ઘરોને નુકસાન થયું.
માહિતી અનુસાર, આતંકવાદીઓએ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે બે કાર બોમ્બ (SVBIED)નો ઉપયોગ કર્યો. આ પછી તરત જ એક ટાર્ગેટેડ હુમલો કરવામાં આવ્યો. આતંકવાદીઓએ ઇફ્તાર પછી તરત બન્નુ કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ સામેલ હતા.
આ હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાનનો હાથ હોવાનું કહેવાય છે, જે એક સમયે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા ઇંૠઇ (હાફિઝ ગુલ બહાદુર)નો ભાગ હતો અને તાજેતરમાં ઝઝઙ સાથે હાથ મિલાવ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન નિર્દોષ નાગરિકોને નિશાન બનાવનારા કાયર આતંકવાદીઓસ્ત્રસ્ત્ર ની નિંદા કરી અને કહ્યું કે તેઓ દયાને લાયક નથી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક નિવેદનમાં આ હુમલાની નિંદા કરી અને તેને ઘૃણાસ્પદ ગણાવ્યો.