અમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠાર
11:34 AM Sep 18, 2025 IST
|
Bhumika
Advertisement
અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી.
રાજ્ય પોલીસ કમિશનરે જણાવ્યું કે, પપોલીસે ઘરેલુ ઝઘડાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અચાનક બંદૂકધારીએ પોલીસ પર ગોળીબાર શરૂૂ કરી દીધો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં બંદૂકધારી માર્યો ગયો.
Advertisement
ઘાયલ થયેલા બે અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી, કે ન તો મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ કઈ એજન્સીના હતા તે જણાવ્યું છે.
Next Article
Advertisement