For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા, જર્મની, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ઈમર્જન્સી જેવી સ્થિતિ

04:25 PM Jul 19, 2024 IST | Bhumika
અમેરિકા  જર્મની  બ્રિટન  ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ઈમર્જન્સી જેવી સ્થિતિ
Advertisement

ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઇન્સ સુધીની સર્વિસિઝને અસર થઇ છે. કંપનીના ફોર્મ પર પિન મેસેજ અનુસાર ઘણાં વિન્ડોઝ યૂઝરને બ્લૂ સ્ક્રીન ઓફ ડેટ (ઇજઘઉ) એરર દેખાઈ રહી છે.

આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
માઈક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેટ્સ અપડેટ મુજબ આ ખામીની શરૂૂઆત એઝર બેકેંડ વર્કલોડના કોન્ફીગ્રેશનમાં કરેલા એક ફેરફારને કારણે થઈ હતી. જેના લીધે સ્ટોરેજ અને કમ્યુટર રિસોર્સિસ વચ્ચે અવરોધ પેદા થયો અને આ કારણે કનેક્ટિવિટી ફેલિયરની સમસ્યા સર્જાઈ.

Advertisement

માહિતી અનુસાર ક્રાઉડ સ્ક્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.

માહિતી અનુસાર સાઈબર સિક્યોરિટી પ્લેટફોમર ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ છે. એરપોર્ટ પર ચેક ઈન અને ચેક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઇ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઇ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઇ છે.

માઈક્રોસોફ્ટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પણ ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારત સહિત વિશ્વભરમાં એરલાઈન્સ, બેકિંગ અને સ્ટોક માર્કેટની સેવાઓ ખોરવાઈ ગયાની અહેવાલોમાં મળે છે.
અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા 911 ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી.

શા માટે સર્વિસ ડાઉન થઈ ?

માઇક્રોસોફ્ટની સર્વિસ હેલ્થ સ્ટેટસ અપડેટ અનુસાર આ સમસ્યાની શરૂૂઆત ઉીયિ બેકએન્ડ વર્કલોડના કોંફીગ્યુરેશનમાં કરવામાં આવેલ એક ફેરફારના કારણે થઈ હતી. જેના કારણે સ્ટોરેજ અને કમ્પ્યુટર રિસોર્સિસ વચ્ચે સમસ્યા આવી રહી છે અને તેના કારણે કનેક્ટિવિટી ફેલ્યોર જેવી સમસ્યાઓ શરૂૂ થઈ ગઈ હતી.

માઈક્રોસોફ્ટ 365ની સર્વિસિસ પર અસર પડી છે. માઈક્રોસોફ્ટ સાથે કામ કરનાર સાયબર સિક્યોરીટી કંપની ઈજ્ઞિૂમજિશિંસય દ્વારા આ ભૂલ માનવામાં આવી છે. તેણે કહ્યું હતું કે જેના કારણે આ તકલીફ થઈ તે કારણ શોધી લેવામાં આવ્યુ છે અને તેનાં પર કામ કરવામાં આવી રહ્યું છે.

તમારૂ કોમ્પ્યુટર બંધ થયું હોય તો આટલા પગલાં લેવા

  • યુઝર્સે પહેલા વિન્ડોઝને સેફ મોડ અથવા વિન્ડોઝ રિકવરી એન્વાયર્નમેન્ટમાં બુટ કરવું પડશે.
  • ત્યાર પછી તેઓએ C:\Windows\ System32\ drivers\CrowdStrike ડિરેક્ટરીમાં જવું પડશે.
  • ત્યાર પછી તેઓએ C-00000291*.sys ફાઇલ શોધીને તેને ડિલીટ કરવી પડશે.
  • છેલ્લે તમારે તમારી સિસ્ટમને સામાન્ય રીતે રીસ્ટાર્ટ કરવી પડશે.
Advertisement
Tags :
Advertisement
Advertisement