દારૂડિયાએ ધમાલ મચાવતા ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
તુર્કી-લંડન ફ્લાઇટમાં બનેલી ઘટના
તુર્કીથી લંડન ગેટવિક જતી ઇઝીજેટની ફ્લાઇટમાં જ્યારે એક નશામાં ધૂત પેસેન્જરે હોબાળો મચાવ્યો ત્યારે અરાજકતા સર્જાઇ હતી. આ પછી ફ્લાઈટનું એથેન્સમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ દરમિયાન પાઈલટે ઈન્ટરકોમ દ્વારા યુવકને ચેતવણી પણ આપી હતી, પરંતુ યુવકે કોઈની વાત ન સાંભળી.
હું એ લોકોને કહેવા માંગુ છું જેઓ અંદરોઅંદર લડી રહ્યા છે કે તમે ઉતરો કે તરત જ પોલીસ ગેટ પર તમારી રાહ જોઈ રહી છે. તમે તમારા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છો. કૃપા કરીને બેસો. આમ છતાં નશામાં ધૂત વ્યક્તિ અન્યો સાથે લડતો રહ્યો. આ પછી અન્ય મુસાફરોએ પણ તે વ્યક્તિનો વિરોધ કરવાનું શરૂૂ કરી દીધું હતું. એક સ્ત્રીએ કહ્યું કે તમે બધાને નર્વસ કરી દીધા છે, યૂ ઈડિયટ! જો કે, બંને જણા એકબીજા સાથે કેમ લડતા હતા તે સ્પષ્ટ નથી.
આટલું જ નહીં યુવક સાથે મારપીટ દરમિયાન પેસેન્જરે તેનું શર્ટ પણ ઉતારી દીધું હતું. જો કે નજીકમાં બેઠેલા અન્ય મુસાફરોએ તે વ્યક્તિને શાંત પાડવાનો અને તેને શર્ટ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશામાં ધૂત વ્યક્તિએ બધાની મજાક ઉડાવવાનું ચાલુ રાખ્યું હતું.
આ મામલાને લઈને ઈઝીજેટના પ્રવક્તાએ જણાવ્યું કે 1 ઓક્ટોબરના રોજ એન્ટાલિયાથી લંડન ગેટવિક જતી ફ્લાઈટનું એથેન્સમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપી મુસાફરોની ધરપકડ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, પરંતુ અન્ય મુસાફરોને થયેલી અસુવિધા માટે અમે તમામ મુસાફરોની માફી માંગીએ છીએ.