ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિશ્વભરમાં ઠપ્પ થયું એલોન મસ્કનું ટ્વિટર પ્લેટફોર્મ..એરર આવતાં લાખો યુઝર્સ થયા પરેશાન, ભારતમાં પણ અસર

11:47 AM Aug 28, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X આજે વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ ગયું. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની માલિકીની Xની સેવાઓ થોડા સમય માટે સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી. જેને પગલે ઘણાં યુઝર્સને પોસ્ટ કરવામાં તકલીફ આવી રહી હતી.

જણાવી દઈએ કે ટ્વિટરમાં થોડી મિનિટો માટે આ ખામી સર્જાઈ હતી અને તેના કારણે સાઈટ પરના પેજ લોડ થઈ રહ્યા ન હતા. યુઝર્સને સ્ક્રીન પર એક મેસેજ દેખાતો હતો, "something went wrong, try reloading".

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આઉટેજ ટ્રૅકિંગ વેબસાઇટ Downdetector.com પર યુઝર્સે X ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. યુ.એસ.માં 36,500 થી વધુ યુઝર્સે X ડાઉન હોવાનું જણાવ્યું હતું. કેનેડામાં 3300 કરતાં વધુ યુઝર્સ, યુકેમાં 1600 અને ભારતમાં 700 કરતાં વધુ યુઝર્સ દ્વારા X આઉટેજની જાણ કરવામાં આવી હતી.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર ફરી એકવાર વૈશ્વિક આઉટેજનો શિકાર બન્યું છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ, X ની મોટાભાગની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ હતી, જેના કારણે યુઝર્સને એપ્લિકેશનને ઍક્સેસ કરવામાં સમસ્યા ઊભી થઈ હતી. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં લોકોએ એક્સ આઉટેજનો સામનો કર્યો હતો. હાલમાં, કંપની દ્વારા આ આઉટેજ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.સવારે 9 વાગ્યાના સુમારે ડાઉન ડિટેક્ટરમાં 1200થી વધુ લોકો દ્વારા રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે X ની સર્વિસિસ અમુક સમય માટે ચોક્કસપણે ઠપ્પ થઈ ગઈ હતી પરંતુ જ્યારે અમે એપ એક્સેસ કરી તો એપ પહેલાની જેમ કામ કરવા લાગી. ઉલ્લેખનીય છે કે એલન મસ્કે વર્ષ 2022માં Xને $44 બિલિયનમાં ખરીદી હતી. X ના માલિક બન્યા પછી, તેણે પ્લેટફોર્મમાં ઘણા મોટા ફેરફારો કર્યા. જેમાંથી એક મોટો ફેરફાર હતો ટ્વિટરનું નામ બદલવાનો.

Tags :
Elon Musk's Twitterindiaindia newstwitter downTwitter platformworld
Advertisement
Advertisement