For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એલોન મસ્કે ટ્રમ્પ સરકારનો સાથ છોડ્યો, સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામું

10:19 AM May 29, 2025 IST | Bhumika
એલોન મસ્કે ટ્રમ્પ સરકારનો સાથ છોડ્યો  સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામું

Advertisement

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની દોસ્તીમાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ ટ્રમ્પ સરકારમાં DOGE ચીફનું પદ સંભાળી રહ્યા હતા અને હવે તેમણે આ પદ છોડવાનું જાહેર કર્યું છે.

https://x.com/elonmusk/status/1927877957852266518

Advertisement

મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે યુએસ સરકારમાં ખાસ કર્મચારી તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને સરકારના બિનજરૂરી ખર્ચ ઘટાડવાની તક આપી. સમય સાથે DOGEનું મિશન વધુ મજબૂત બનશે.

મસ્કે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે પ્રેસિડન્ટ ટ્રમ્પના વન બીગ બ્યૂટીફૂલ બિલ (સૌથી વધુ ખર્ચ કરતું બિલ)થી નારાજ હતા, ટ્રમ્પ આ બિલ પાસ કરાવવા માગતા હતા પરંતુ મસ્ક તેની વિરૃદ્ધમાં હતા એટલે આ મામલે તેમની જોડી તૂટી ગઈ.

ટ્રમ્પે આ બિલને સુંદર ગણાવ્યું હતું જે વાત પણ મસ્કને ગળે ઉતરી નહોતી. મસ્કે જણાવ્યું હતું કે તેના લીધે સરકારનો ખર્ચ વધી જશે અને ડીઓજીઇના બધા પ્રયત્નો નિષ્ફળ જશે. તેણે ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ બિલને લઈને જાહેરમાં બળાપો કાઢ્યો હતો.

મસ્કે બિલ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે બિલ ક્યાં તો મોટું હોય અથવા તો સુંદર હોય, પણ બંને ન હોય. આ બિલને ટ્રમ્પના ગોલ્ડન એજવાળા વિઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેમા ટ્રમ્પે 2017માં પહેલા કાર્યકાળમાં કરેલા ટેક્સ કટને બીજા દસ વર્ષ સુધી રાખવાનો પ્રસ્તાવ છે.

તેની સાથે બોર્ડર સિક્યોરિટી ખર્ચ વધારવાની જોગવાઈ પણ સામેલ છે. આ ઉપરાંત આ બિલમાં અમેરિકન સરકારની ખર્ચ કરવાની મર્યાદા વધારવાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે તેને પાસ કરી દીધું છે. હવે આ બિલને સેનેટ પાસે મોકલવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બિલ હકીકત બન્યું તો એક દાયકામાં અમેરિકાના દેવામાં 4 ટ્રિલિયન ડોલર સુધીનો ઉમેરો થશે.

વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકારો તેમનાથી વિપરીત વલણ ધરાવે છે. તેઓનો દાવો છે કે સરકારના આ પેકેજના લીધે અમેરિકાનો વૃદ્ધિદર 5.2 ટકા સુધી પહોંચી શકે છે. હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટનો દાવો છે કે બિલ ખાધમાં ઉમેરો નહીં કરે, તે ખર્ચમાં કાપ દ્વારા 1.6 ટ્રિલિયન ડોલર બચાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement