For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાઉદી અરેબિયામાં મળી આવ્યું આઠ હજાર વર્ષ જૂનું મંદિર

10:43 AM Jul 03, 2025 IST | Bhumika
સાઉદી અરેબિયામાં મળી આવ્યું આઠ હજાર વર્ષ જૂનું મંદિર

સાઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઐતિહાસિક શોધ થઈ છે. પુરાતત્વવિદોને રિયાધ નજીક અલ-ફાઓ ક્ષેત્રમાં એક પ્રાચીન શહેર મળ્યું છે, જે લગભગ 8000 વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. આ શોધ માત્ર પ્રાચીન સભ્યતાની ઝલક જ નથી આપતી, પરંતુ તે તે સમયના સામાજિક અને ધાર્મિક જીવનને પણ ઉજાગર કરે છે. ખોદકામ દરમિયાન, પુરાતત્વવિદોને તુવૈક પર્વતમાળાની ટોચ પર એક ખડકમાંથી કોતરેલું મંદિર મળ્યું છે. આ મંદિરની અંદર ધાર્મિક વિધિઓ સાથે સંબંધિત અવશેષો પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે ત્યાં રહેતા લોકો પૂજાની પરંપરાનું પાલન કરતા હતા.

Advertisement

આ ઉપરાંત, આ વિસ્તારમાં કુલ 2,807 કબરો પણ મળી આવી છે, જે વિવિધ સમયગાળા સાથે સંબંધિત છે. અલ-ફાઓને એક સમયે ક્ધિડા સામ્રાજ્યની રાજધાની માનવામાં આવતી હતી. અહીં મળેલા ધાર્મિક શિલાલેખો અને મંદિરોની મૂર્તિઓ સાબિત કરે છે કે આ વિસ્તારમાં મૂર્તિપૂજાની પરંપરા હતી. આ ઐતિહાસિક શોધનું બીજું મહત્વનું પાસું પ્રાચીન સિંચાઈ પ્રણાલી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે સમયગાળાના લોકો વરસાદી પાણીને ખેતરોમાં પહોંચાડવા માટે નહેરો, પાણીની ટાંકીઓ અને સેંકડો ખાડા બનાવતા હતા. આ પુરાવો છે કે તે લોકો મુશ્કેલ રણની પરિસ્થિતિઓમાં પણ પાણી વ્યવસ્થાપનની અદ્યતન પદ્ધતિઓથી પરિચિત હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement