For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

7 લાખ દિવાસળીથી બનાવ્યો એફિલ ટાવર, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

01:15 PM Feb 20, 2024 IST | Bhumika
7 લાખ દિવાસળીથી બનાવ્યો એફિલ ટાવર  વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
  • ફ્રાન્સના રિચર્ડ પ્લોડે 4200 કલાકની જહેમત ઉઠાવી

ફ્રાન્સના રિચર્ડ પ્લોડે આઠ વર્ષની મહેનતે દીવાસળીની તિલીઓ વાપરીને બનાવેલા એફીલ ટાવરને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે પહેલાં માન્યતા આપવાની ના પાડી દીધેલી. એનું કારણ એ હતું કે વાપરવામાં આવેલી દીવાસળીઓ સ્ટાન્ડર્ડમુજબની નહોતી. બોલો, સાત લાખ દીવાસળીઓ વાપરીને 4200 કલાકની મહેનતે તેણે 23.5 ફુટ ઊંચી અદલોઅદ્દલ પેરિસના આઇફલ ટાવરની રેપ્લિકા બનાવી હતી.

Advertisement

આ માટે તે છેલ્લાં આઠ વર્ષથી મહેનત કરી રહ્યો હતો અને વપરાયેલી સળીઓના સ્ટાન્ડર્ડના મામલે તેનું ગિનેસ બુકમાં નામ નોંધાવવાનું સપનું રોળાઈ ગયું ત્યારે રિચર્ડ જબરો દુખી થયેલો. જોકે રિચર્ડે પોતાની રજૂઆત કરવામાં કોઈ કસર ન રાખી. તેણે જરૂૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા અને તેમને ફરીથી નિર્ણય બદલવા પર મજબૂર કર્યા. આખરે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી રિચર્ડના દીવાસળીના આ આઇફલ ટાવરને ગિનેસમાં નામ મળી જ ગયું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement