અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જ્યો વિનાશ!! મૃત્યુઆંક 800ને પાર
રવિવાર (૩૧ ઓગસ્ટ) ના રોજ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 લોકોનાં મોત થયા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે. તાલિબાન સરકારે લોકોને મદદ કરવા માટે બચાવ કામગીરી શરૂ કરી છે. આ માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપ જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર આવ્યો હતો. જલાલાબાદની વસ્તી લગભગ 2 લાખ છે. આખી રાત શહેરમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપ એટલો ભયાનક હતો કે ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ સમયે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા અને તેમને બચવાનો મોકો પણ મળ્યો ન હતો.
ભૂકંપને કારણે કુનાર પ્રાંતના નૂર ગાલ, સાવકી, વાટપુર, મનોગી અને ચાપા દારા જિલ્લામાં જાનહાનિના અહેવાલો મળ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક માહિતી મળી હતી કે ભૂકંપને કારણે 9 લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ આ પછી આ સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. હવે મૃત્યુઆંક 250 ને વટાવી ગયો છે.
ભૂકંપને કારણે સેંકડો ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ભૂકંપ પછી ભૂસ્ખલનના પણ સમાચાર છે, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને મદદ કરવા માટે બચાવ કામગીરી શરૂ કરી છે. નંગરહાર અને કુનાર પ્રાંત હિન્દુકુશ ક્ષેત્રનો ભાગ છે, જે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે, જેના કારણે આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.