ભારત-પાક. સહિત 5 દેશોમાં ધરતીકંપના આંચકા
શનિવારે વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારથી બપોર સુધીમાં પાંચ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. તાજિકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. જયો પાકિસ્તાનમાં 5.8ની તિવ્રતાનો ધરતીકંપ આવતા તેની અસર ભાતના કાશ્મીર સહીતના વિસ્તારોમાં ધરતી ધ્રુજી હતી.
સવારથી બપોર સુધીમાં પાંચ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ટોંગા અને પપુઆ ન્યુ ગિનીમાં રિક્ટર સ્કેલ પર 4.0 થી 6.5 સુધીના ભૂકંપ આવ્યા.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે જાનહાની કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, પરંતુ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
તાજિકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ સપાટીથી 110 કિલોમીટર નીચે ઉંડાઈએ આવ્યો હતો. આ સાથે ટોંગા અને પાપુઆ ન્યુ ગિનીમાં પણ આજે ભૂકંપ આવ્યો હતો. ટોંગામાં ભૂકંપની તીવ્રતા 6.5ની આસપાસ માપવામાં આવી હતી. તે જ સમયે, પાપુઆ ન્યુ ગિનીમાં રિક્ટર સ્કેલ પર 5.4 તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.