For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન, 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

02:20 PM Aug 08, 2024 IST | Bhumika
ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન   7 1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ  સુનામીની ચેતવણી જાહેર
Advertisement

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુઓ પર અનુભવાયા હતા. ભૂકંપની સાથે જ જાપાનના મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતા સહિતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ક્યુશુના મિયાઝાકીમાં 20 સેમી ઊંચા દરિયાના મોજા જોવા મળ્યા હતા.

ભૂકંપ શા માટે થાય છે?

Advertisement

પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. જ્યારે તેઓ એકબીજા પર ચઢે છે અથવા તેમનાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.

રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટર પરથી માપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 એટલે ઓછી તીવ્રતાની ઊર્જા બહાર આવી રહી છે.9 એટલે ખૂબ જ ભયાનક અને વિનાશક તરંગ. તેઓ દૂર જતાં નબળા બની જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર આંચકો આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement