For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનના ગાંસુ, કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપ: અનેક ઈમારતો ઢળી પડી, 116નાં મોત

11:34 AM Dec 19, 2023 IST | Sejal barot
ચીનના ગાંસુ  કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપ  અનેક ઈમારતો ઢળી પડી  116નાં મોત

ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર, સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો. ગાંસુના પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા એટલી મજબૂત હતી કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. એપીના અહેવાલ મુજબ ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 116 લોકો માર્યા ગયા છે જ્યારે 320 લોકો ઘાયલ થયા છે. વિસ્તારમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કાઉન્ટી, ડિયાઓજી અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે. ડઝનબંધ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો હજુ વધી શકે છે. ઈઊગઈએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઇમરજન્સી સેવાઓએ લોકોને મદદ કરવાનું શરૂૂ કરી દીધું છે અને પીડિતોની મદદ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સોમવારે પાકિસ્તાનમાં પણ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર અનુસાર, ભૂકંપ 133 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીર હતું. રાજધાની ઈસ્લામાબાદની સાથે અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement