ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તાજિકિસ્તાનમાં ડ્રોન એટેક: 3 ચીની એન્જિનિયરના મૃત્યુ

05:41 PM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV (ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની નાગરિક એન્જિનિયર્સ માર્યા ગયા છે. તાજિકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ હુમલો સરહદ પારથી કરવામાં આવ્યો હતો અને દક્ષિણ-પશ્ચિમ ખટલોન વિસ્તારમાં એક માઇનિંગ સાઇટ પરના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો.
આ હુમલો બુધવારે રાત્રે થયો હતો અને તેણે યોલ બોર્ડર ડિટેચમેન્ટમાં ફર્સ્ટ બોર્ડર ગાર્ડ પોસ્ટ ઇસ્તિકલોલ નજીક આવેલી કકઈ શોહિન SM વર્કર્સ કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ કંપની, LLC શોહિન SM , તજાકિસ્તાનમાં સોના સહિત અન્ય કિંમતી ધાતુઓના માઇનિંગનું કામ કરે છે. તાજિકિસ્તાને આ હુમલા માટે અફઘાનિસ્તાનના વિસ્તારમાં હાજર ક્રિમિનલ અને આતંકવાદી જૂથોની ખતરનાક ગતિવિધિઓને જવાબદાર ઠેરવી છે.

Advertisement

Tags :
Drone attacktajikistanTajikistan newsworldWorld News
Advertisement
Next Article
Advertisement