બિયર પીવો, એકલા જીવો, 105 નોટઆઉટ દાદીનું રહસ્ય
આનંદને જીવનની ગુણવત્તાનું અભિન્ન અંગ છે
લાંબું જીવવા માટે લોકો કસરત-વ્યાયામ કે યોગનું કારણ આપે, કેટલાક લોકો નીરોગી શરીર અને આરોગ્યપ્રદ આહારને કારણ ગણાવે છે, પણ યુકેનાં 105 વર્ષનાં દાદી કેથલિન હેનિંગ્સ દીર્ઘાયુનું રહસ્ય જણાવતાં કહે છે કે લાંબું જીવવું હોય તો બિઅર પીઓ અને એકલા જીવો. કેથલિન હેનિંગ્સનો જન્મ બ્રિક્સ્ટનમાં 1919માં થયો હતો. વર્ષો સુધી લંડનમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું.
હળવાશના સમયમાં કોવેન્ટ ગાર્ડનમાં ડાન્સ, ઑપેરા અને બેલેમાં ભાગ લેતાં. તેમના કહેવા પ્રમાણે આનંદ એ જીવનની ગુણવત્તાનું અભિન્ન અંગ છે. કોઈ પણ પ્રકારની અડચણ વિનાની ખુશી આપતું કામ કરો તો જીવન આપોઆપ વધુ સાર્થક અને લાંબું લાગવા માંડશે. તેમણે એવું પણ કહ્યું કે જો તમારી નોકરી તમને ગમતી ન હોય તો ગમતી પ્રવૃત્તિ કરવા માટે સમય ફાળવવો જોઈએ. તમારે જુસ્સો બતાવવા માટે પ્લસ વન થવાની જરૂૂર નથી. તમે પોતાની સાથે રહીને પણ જીવનનો આનંદ લઈ શકો છે.