અમેરિકા-કેનેડાની નાટ્યાત્મક પીછેહઠ: બન્ને દેશોએ વધારાની ટેરિફ મોકૂફ રાખી
સતા સંભાળ્યાના બે મહીનામાં જુદા જુદા મોરચે સટાસટી બોલાવનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હવે થુંકયું ગળ્યાનો વારો આવ્યો છે. ટેરિફ મુદ્દે અનેક દેશોને ધમકાવ્યા પછી ટ્રમ્પે રશિયા સાથે યુધ્ધવિરામ માટે દબાણ કર્યું હતું. ઇરાનને પણ તેના અણુકાર્યક્રમો અટકાવવા ચેતવણી આપી હતી. જેનો ઇરાને જડબાતોડ જવાબ આપતા કહ્યું છે કે તે અમેરિકાના દબાણ હેઠળ આવશે નહીં.
કેનેડા સામે સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાતના બીજા દિવસે નાટકીય વળાંકમાં ટ્રમ્પે 50 ટકા સુધી ટેરીફ બમણી કરવાની જાહેરાતને બ્રેક મારી છે. એ રીતે કેનેડાએ પણ અમેરિકા સામે 25 ટકા વીજળી સરચાર્જ લાદવાના નિર્ણયમાં પીછેહઠ કરી છે.
જો કે ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ સ્પષ્ટતા કરી છે કે કેનેડા સામે 25 ટકા ટેરિફનો અમલ આજથી શરૂ થયો છે. કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોએ યુ.એસ.માં કેટલાક ઉત્તરીય રાજ્યોને મોકલતા વીજળી પરના 25%ના નવા શુલ્કને સ્થગિત કર્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે, ટ્રમ્પે દેશ પર તેના ટેરિફમાં તીવ્ર વધારો કરવાની ધમકી આપ્યાના કલાકો પછી આ ઘટનાક્રમ સર્જાયો છે.
ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ બ્રોડકાસ્ટર સીએનબીસીને જણાવ્યું હતું કે, ટ્રમ્પ તેમની નવીનતમ ટેરિફ ધમકીઓ સાથે આગળ વધશે નહીં તેની પુષ્ટિ કરે છે.બીજી તરફ ઑન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું હતું કે તેઓ યુએસના વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનીક સાથેની વાતચીત બાદ અમેરિકાના ત્રણ રાજ્યો - ન્યુ યોર્ક, મિશિગન અને મિનેસોટામાં વીજળીની આયાત પરના 25 ટકા સરચાર્જને સ્થગિત કરવા સંમત થયા છે.
કીક્ષિંશભસ સાથે જારી કરાયેલા અને એકસ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, ફોર્ડે જણાવ્યું હતું કે તે અને કીક્ષિંશભસ હવે ગુરુવારે યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની સાથે મળીને ટ્રમ્પની 2 એપ્રિલની પારસ્પરિક ટેરિફ ડેડલાઈન પહેલા યુએસ-મેક્સિકો-કેનેડા ફ્રી ટ્રેડ એક્ટના નવીકરણ અંગે ચર્ચા કરશે.જવાબમાં, ઑન્ટારિયો મિશિગન, ન્યૂયોર્ક અને મિનેસોટામાં વીજળીની નિકાસ પર તેના 25 ટકા સરચાર્જને સ્થગિત કરવા સંમત થયું, ફોર્ડે કહ્યું.