રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમ
અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ કાલે (20મી જાન્યુઆરી) 47મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન સરકારના ઘણાં નિર્ણયો ઉલટાવી દીધા છે. ઘણાં નવા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી.
ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું છે કે અમેરિકાનો 'સુવર્ણ યુગ' આજથી શરૂ થયો છે. તેઓએ અમેરિકામાં થર્ડ જેન્ડરને અમાન્ય જાહેર કર્યું છે.
તેમના સંબોધનમાં, 78 વર્ષીય ટ્રમ્પે આગામી ચાર વર્ષ માટે તેમનું વિઝન રજૂ કર્યું. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકા માટે "મુક્તિ દિવસ" જાહેર કર્યો અને કહ્યું કે 'અમેરિકન પતન'નો સમય પૂરો થઈ ગયો છે અને તેઓ "ખૂબ જ ઝડપથી" પરિવર્તન લાવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ હજુ શરૂ થઈ રહ્યો છે. આ દિવસથી આપણો દેશ વિકાસ પામશે અને સમગ્ર વિશ્વમાં ફરી સન્માન મેળવશે.
1) યુએસ સરકાર માટે માત્ર 2 જાતિઓ
ટ્રમ્પે કહ્યું- આજથી અમેરિકન સરકાર માટે માત્ર બે જ જાતિઓ હશે, પુરુષ અને સ્ત્રી. હું તમામ સરકારી સેન્સરશીપને તાત્કાલિક સમાપ્ત કરવા અને અમેરિકામાં ભાષણની સ્વતંત્રતાને પુનઃસ્થાપિત કરવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ.
2) ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું વચન
ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડીને તેમને સરહદ પર છોડી દેવાની નીતિનો અંત લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું- બિડેન પ્રશાસને ગેરકાયદેસર રીતે આપણા દેશમાં પ્રવેશેલા ખતરનાક ગુનેગારોને આશ્રય આપ્યો છે અને રક્ષણ આપ્યું છે.
3) ક્સિકો સરહદ પર ઈમર્જન્સી જાહેર
ટ્રમ્પે યુએસ-મેક્સિકો બોર્ડર (દક્ષિણ સરહદ) પર ઈમરજન્સી લાદવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે અહીંથી તમામ ગેરકાયદે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સરકાર અપરાધ કરનારા વિદેશીઓને તેમના દેશમાં પાછા મોકલશે.
4) પનામા કેનાલ પાછી લેવાની ધમકી
ટ્રમ્પે કહ્યું કે તેઓ પનામા કેનાલ પાછી લઈ લેશે. તેમણે કહ્યું કે આ કેનાલના કારણે અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. તે પનામા દેશને ભેટ તરીકે ક્યારેય ન આપવો જોઈએ. આજે ચીન પનામા કેનાલનું સંચાલન કરી રહ્યું છે. અમે તે ચીનને આપ્યું નથી. અમે પનામા દેશને આપ્યો. અમે તેને પાછું લેવા જઈ રહ્યા છીએ.
5) મેક્સિકોના અખાતનું નામ બદલવાની જાહેરાત
ટ્રમ્પે મેક્સિકોના ખાડીનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ પહેલા જ કહી ચૂક્યા છે કે ગલ્ફ ઓફ અમેરિકાનું નામ વધુ 'સુંદર' લાગે છે અને એ જ નામ રાખવું યોગ્ય છે.
6) અન્ય દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત
ટ્રમ્પે કહ્યું કે અત્યાર સુધી આપણા દેશની સરકાર બીજા દેશોને અમીર બનાવવા માટે આપણા દેશના લોકો પર ટેક્સ લગાવતી હતી. અમે આમાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, હવે અમે અમારા દેશના લોકોને સમૃદ્ધ બનાવવા માટે અન્ય દેશો પર ટેરિફ અને ટેક્સ લાદીશું.
7) અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોનો ફરજિયાત ઉપયોગ સમાપ્ત થયો
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર ગ્રીન ન્યૂ ડીલનો અંત લાવશે. ગ્રીન ન્યૂ ડીલ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. આ સાથે ટ્રમ્પે ઇલેક્ટ્રિક વાહનોની જરૂરિયાતને ખતમ કરવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે બીજા શબ્દોમાં કહીએ તો તમે તમારી પસંદગીની કાર ખરીદી શકશો.
8) આરોગ્ય પ્રણાલી અને શિક્ષણ પ્રણાલીની ટીકા
ટ્રમ્પે અમેરિકન હેલ્થ સિસ્ટમની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ એક સ્વાસ્થ્ય પ્રણાલી છે જે ઈમરજન્સીમાં કામ કરતી નથી. જ્યારે વિશ્વમાં સૌથી વધુ નાણાં આના પર ખર્ચવામાં આવે છે.
9) મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવાની જાહેરાત
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા મંગળ પર પણ પોતાનો ધ્વજ લગાવશે. તેમણે કહ્યું કે મંગળ પર અમેરિકન સ્ટાર-સ્પૅન્ગલ્ડ ધ્વજ રોપવા માટે તેઓ અવકાશયાત્રીઓને મોકલશે.
10) ફોરેન એનિમીઝ એક્ટ 1798 લાગુ કરવાનું વચન
ટ્રમ્પે કહ્યું કે તેઓ યુ.એસ.માં વિદેશી ગેંગને ટાર્ગેટ કરવા માટે 1798ના એલિયન એનિમીઝ એક્ટનો ઉપયોગ કરશે. આ કાનૂની સત્તાનો ઉપયોગ છેલ્લે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાની, જર્મન અને ઇટાલિયન મૂળના બિન-અમેરિકન નાગરિકોને અટકાયતમાં કરવા માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અપરાધી ગેંગને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવશે.