ડોનાલ્ડ ટ્ર્મ્પે ફોડ્યો વધુ એક ટેરિફ બોમ્બ !!!! વિદેશી દવાઓ પર 100%, કિચન કેબિનેટ પર 50 અને ટ્રક પર 30% ટેરિફની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદ્યો છે, એટલે કે દવાઓ પર હવે 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. આ સિવાય કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર ભારેભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આજે (26 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે તેઓ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર ટેરિફ વધારી રહ્યા છે.
https://truthsocial.com/@realDonaldTrump/115267512131958759
ટ્રુથ પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું, "અમે 1 ઓક્ટોબર, 2025થી કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાદીશું, કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ "બ્રેકિંગ ગ્રાઉન્ડ" અથવા "અંડર કન્સ્ટ્રક્શન" ની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.
બીજી પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું, "અમે 1 ઓક્ટોબર, 2025 થી રસોડાના કેબિનેટ, બાથરૂમ વેનિટી અને સંબંધિત ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદીશું." વધુમાં અમે અપહોલ્સટર્ડ ફર્નિચર સામે 30% ટેરિફ લગાવીશું. તેનું કારણ એ છે કે બહારના દેશો દ્વારા અમેરિકામાં આ પ્રોડક્ટસની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. આ એક અયોગ્ય વર્તન છે પણ અમારે રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય કારણોસર અમારી વિનિર્માણ પ્રક્રિયાની રક્ષા કરવી પડશે.
ભારે ટ્રક પર 25 ટકા ટેરિફ
ટ્રમ્પે કહ્યું, "આપણા ભારે ટ્રક ઉત્પાદકોને વિદેશી દેશોની અન્યાયી સ્પર્ધાથી બચાવવા માટે, હું 1 ઓક્ટોબર, 2025 થી વિશ્વના અન્ય ભાગોમાં ઉત્પાદિત તમામ ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ લાદી રહ્યો છું. આ આપણી મુખ્ય ટ્રક ઉત્પાદક કંપનીઓ, જેમ કે પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રેઇટલાઇનર અને અન્યને બાહ્ય હસ્તક્ષેપથી સુરક્ષિત કરશે. આપણે આપણા ટ્રક ડ્રાઇવરોને આર્થિક રીતે મજબૂત અને સશક્ત રાખવા જોઈએ."
ટેરિફને કારણે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે, પરંતુ હવે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત બાદ, વેપાર સોદાની વાટાઘાટોની આશાઓ પણ વધી છે.