રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેનેડાથી મોહભંગ: 6 મહિનામાં 42000 પંજાબીઓની ’PR’ છોડી ઘરવાપસી

11:45 AM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. સૌથી વધુ અસર એ કમ્યુનિટી પર થઈ છે જેને વિદેશ ખાસ કરીને કેનેડામાં વસવા માટે ઓળખાય છે. માહિતી અનુસાર હવે પંજાબીઓનો કેનેડા પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે અને તેના જ પરિણામે છેલ્લા 6 મહિનામાં 42 હજાર પંજાબી લોકો કેનેડાના પીઆર પણ પડતાં મૂકી ભારત પરત આવી ગયા છે. જોકે તેના અમુક બીજા કારણો પણ છે.
સરકારી આંકડાની વાત કરીએ તો 2022 માં આ સંખ્યા 93,818 હતી, જ્યારે ચાલુ વર્ષે 2023 ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની કાયમી નાગરિકતા છોડી દીધી છે. આ વાતની પુષ્ટી ખુદ કેનેડા સરકારના ઈમિગ્રેશન વિભાગે પણ કરી છે. આંકડા અનુસાર 2021ની શરૂૂઆતમાં 85,927 લોકોએ કેનેડા છોડી દીધું જેમાં મોટી સંખ્યામાં પંજાબીઓ હતા. જોકે તેની પાછળના કારણની વાત કરીએ તો કેનેડામાં છેલ્લા કેટલાક મહિનાથી હવામાન ઠીક નથી. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાઈ રહેલી ભારતવિરોધી પ્રવૃત્તિઓથી પંજાબના લોકો પણ પરેશાન છે.
બીજી બાજુ કેનેડામાં વધતી મોંઘવારી, વધતું ભાડું અને મોંઘી જીવનશૈલી છે. તેની સાથે ખાલિસ્તાન સમર્થક ભાગલવાદીઓ અને ખતરનાક ગેંગસ્ટરોને આશ્રય આપવાને લીધે કેનેડામાં ગુનાખોરીનો ગ્રાફ ઝડપથી ઊંચો ગયો છે. આ મામલે કેનેડામાં બિઝનેસમેન એન્ડી ડુંગના શોરૂૂમમાં ખંડણી માટે ગોળીબાર, રિપુદમન સિંહની હત્યા, આતંકી નિજ્જરની હત્યા, સુક્ખા ડુનાકેની હત્યા, ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીબાર જેવી ઘટનાઓએ ત્યાંનું માહોલ બગાડ્યું છે.

Advertisement

Tags :
6Disenchantment with Canada: 42000 Punjabis left 'Och' andhomeinmonthsreturned
Advertisement
Next Article
Advertisement