For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

100 દેશોમાં પ્રતિબંધિત છે વિવાદાસ્પદ ફિલ્મ ‘સાલો’ રિલીઝ બાદ ડાયરેક્ટરની હત્યા થઇ

11:00 AM Sep 01, 2025 IST | Bhumika
100 દેશોમાં પ્રતિબંધિત છે વિવાદાસ્પદ ફિલ્મ ‘સાલો’ રિલીઝ બાદ ડાયરેક્ટરની હત્યા થઇ

આપણે બધાએ ઘણી એવી ફિલ્મો જોઈ કે તેના વિશે સાંભળ્યું હશે જેમાં હૃદયદ્રાવક દ્રશ્યો હોય છે. તે જોયા પછી મન ઘણા દિવસો સુધી વિચલિત રહે છે. પરંતુ આજે અમે તમને એક એવી વિવાદાસ્પદ ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર વિચલિત જ નહોતી પરંતુ રિલીઝ થયા પછી, દિગ્દર્શકની હત્યા પણ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોલિવૂડની નથી પરંતુ હોલીવુડની ફિલ્મ છે અને તેનું નામ સાલો છે.

Advertisement

ફિલ્મ વિવાદાસ્પદ હોવા છતાં તેણે બોક્સ ઓફિસ પર અદ્ભુત પ્રદર્શન કર્યું. આ ફિલ્મ 100 દેશોમાં બેન કરી દેવામાં આવી હતી. પાઓલો બોનાસેલ્લી, જ્યોર્જિયો કેટાલ્ડી, ઉબેર્ટો પાઓલો ક્વિન્ટાવાલે, અલ્ટો વેલેટ્ટી, કેટેરીના બોરાટ્ટો, એલ્સા ડી જ્યોર્જી, હેલેન સેર્ગર અને સોનિયા સેવિઆંગ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં હતા.

આ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી અને તેની વાર્તા ચાર ધનિક બગડેલા લોકોની આસપાસ ફરે છે. આ લોકો 18 લોકોનું અપહરણ કરે છે અને 4 મહિના સુધી તેમને ત્રાસ આપે છે. તેઓ માત્ર તેમને ત્રાસ જ નથી આપતા, પરંતુ તેમનું જાતીય શોષણ પણ કરે છે. ફિલ્મના દ્રશ્યો ખૂબ જ હેરાન કરનારા હતા, આ જ કારણ છે કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. રિલીઝ પછી ફિલ્મના દિગ્દર્શક પિયર પાઓલો પાસોલિનીની હત્યા કરવામાં આવી હતી. આ અંગે એક નવો વિવાદ ઉભો થયો અને 100 દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

Advertisement

ફિલ્મની વાર્તા ધ 120 ડેઝ ઓફ સોડોમ નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં બળાત્કાર, હત્યા અને બાળ શોષણ દર્શાવવામાં આવ્યું છે, આવા હિંસક દ્રશ્યોને કારણે તેને પહેલા ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત કરવામાં આવી હતી અને પછી ભારત, યુકે, ન્યુઝીલેન્ડ સહિત 100 દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ પછી તે 1977માં અમેરિકામાં રિલીઝ થઈ હતી, પરંતુ અશ્ર્લીલતા દર્શાવવાના આરોપોને કારણે તેને ફરીથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ ફિલ્મને IMDb પર 5.8 રેટિંગ મળ્યું છે. જો તમે તેને OTT પર જોવા માંગતા હોવ તો અમે તમને જણાવી દઈએ કે તે કોઈપણ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. તેને oogle Movies પર ભાડે લઈ શકાય છે અને જોઈ શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement