પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જેના કારણે ભરતીઓમાં રોષ છે સુરક્ષા એજન્સીઓએ પણ તપાસનો દોર ચાલુ કરી દીધો છે. પરંતુ આ વખતે ફક્ત શસ્ત્રો કે છુપાયેલા તે સ્થળો જ નહીં પરંતુ એક બીજી વસ્તુ પણ એજન્સીઓના રડાર પર છે અને તે છે ડિજિટલ ફૂટપ્રિન્ટ. આ એક એવી ટેકનોલોજી છે જેની મદદથી હવે એ જાણી શકાય છે કે આતંકવાદી હુમલામાં સામેલ લોકો પાકિસ્તાનના કયા સ્થળો સાથે જોડાયેલા હતા.
ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે સામાન્ય શબ્દોમાં પગલાં.
જેમ આપણે રેતી કે કાદવ પર ચાલીએ ત્યારે પગના નિશાન પડે તેમ જ્યારે આપણે ઇન્ટરનેટ પર કંઈક કરીએ જેમ કે ગૂગલ પર કંઈક સર્ચ કરીએ કે સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરતા હોઈએ છીએ કે પછી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતાં હોઈએ કે કોઈ વેબસાઇટ અથવા એપ્લિકેશનોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પગના એટલે કે ત્યાં વિઝિટ કર્યાના નિશાન છોડીએ છીએ. એટલે કે આપણે કરેલા બધા કામનો એક ડિજિટલ રેકોર્ડ બને છે. અને તેને ડિજિટલ ફૂટપ્રિન્ટ કહેવાય છે.
આ ડિજિટલ ફૂટપ્રિન્ટ દ્વારા કોઈપણ વ્યક્તિ જાણી શકે છે કે તમે શું જોયું, ક્યારે જોયું, તમે ક્યાં ક્લિક કર્યું અને તમે કોની સાથે વાત કરી. હવે જો આ જ ટેકનોલોજી આતંકવાદીઓની ઓનલાઈન પ્રવૃત્તિ પર લાગુ કરવામાં આવે તો ઘણીબધી માહિતી મળી શકે તેવું બને.
પહેલગામમાં થયેલા હુમલા પછી જ્યારે એજન્સીઓએ સ્થળ પરથી જપ્ત કરાયેલા ઉપકરણો અને સંદેશાવ્યવહાર ઉપકરણોની તપાસ શરૂૂ કરી ત્યારે તેમને કેટલાક સંકેતો મળ્યા જે ભારતીય સરહદ પાર કરીને પાકિસ્તાન સુધી પહોંચ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓએ એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. એટલે કે એવી એપ્લિકેશનો અને ટેકનોલોજી જે વાતચીતને ટ્રેક કરવાનું મુશ્કેલ બનાવે છે. પરંતુ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની મદદથી ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પકડી પાડ્યું કે આ આતંકવાદીઓ મુઝફ્ફરાબાદ અને કરાચી જેવા પાકિસ્તાની વિસ્તારોમાં કેટલાક ચોક્કસ સ્થળોએ વાતચીત કરી રહ્યા હતા. આ સ્થળોને સુરક્ષા એજન્સીઓ દ્વારા પહેલાથી જ પસેફ હાઉસ પ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી.
---