For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારે જાપાનમાં RRRનું સ્પેશિયલ સ્ક્રીનિંગ, 1 મિનિટમાં ટિકિટ વેચાઈ ગઈ

01:19 PM Mar 15, 2024 IST | Bhumika
સોમવારે જાપાનમાં rrrનું સ્પેશિયલ સ્ક્રીનિંગ  1 મિનિટમાં ટિકિટ વેચાઈ ગઈ

એસએસ રાજામૌલીની ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRનું સ્પેશિયલ સ્ક્રિનીંગ જાપાનમાં 18 માર્ચે યોજવામાં આવ્યું છે. આ ઇવેન્ટ માટે એડવાન્સ ટિકિટ બુકીંગ 13 માર્ચે શરૂૂ કરવામાં આવ્યું હતું. અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આ ફિલ્મની ટિકિટ વેચાઈ ગઈ છે. એસએસ રાજામૌલી પણ આવતા અઠવાડિયે જાપાનમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનીંગમાં હાજરી આપશે. આ ફિલ્મ શિંજુકુ વોલ્ડ 9 અને શિંજુકુ પિકાડિલી ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. RRRના સત્તાવાર ડ હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મ જાપાનના સિનેમાઘરોમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે. જાપાનમાં થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થયાને લગભગ 1.5 વર્ષ થઈ ગયા છે અને હજી પણ આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે. 18 માર્ચના શોની ટિકિટ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં વેચાઇ ગઇ.નોંધનીય છે કે RRR ટીમે ઓક્ટોબર 2022માં જાપાનમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું . એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ અને ફિલ્મના અન્ય કલાકારો તે સમયે હાજર રહ્યા હતા. જોકે, તે સમયે કોરોના હોવાથી અનેક પ્રતિબંધો હતા. પણ હવે એસએસ રાજામૌલી 18 માર્ચે જાપાનમાં ‘RRR’નું સ્ક્રીનિંગ જોવા માટે જાપાન જવા માટે તૈયાર છે. સ્ક્રીનીંગમાં હાજરી આપવા ઉપરાંત એસએસ રાજામૌલી જાપાની ફેન સાથે વાતચીત પણ કરશે. RRR ઐતિહાસિક એક્શન મૂવી છે જે આઝાદી માટે અંગ્રેજો સામે ભારતના સંઘર્ષને દર્શાવે છે. નોંધનીય છે કે, RRRના ‘નાટુ નાટુ’ ને 2023 માં બેસ્ટ ઓરીજનલ ગીત માટે ઓસ્કર મળ્યો હતો. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ સહિત અનેક દેશી-વિદેશી એવોર્ડ્સ મળ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement