પહેલાં ડિપોર્ટ, પછી અપીલ: ગેરકાયદે ઇમિગ્રન્ટસને યુકેના પીએમની ચેતવણી
05:51 PM Aug 12, 2025 IST
|
Bhumika
Advertisement
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવશે, તો તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને તેના મૂળ દેશમાં પાછો મોકલી દેવામાં આવશે. સરકારે પહેલા દેશનિકાલ પછી અપીલની નીતિ લાગુ કરી છે એ 15 દેશોની યાદીમાં ભારતનું નામ પણ સામેલ કર્યું છે.
Advertisement
11 ઓગસ્ટના રોજ સ્ટાર્મરે એકસ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે આવશો, તો તમને કસ્ટડીમાં લેવામાં આવશે અને પાછા મોકલી દેવામાં આવશે. જો તમે આ દેશમાં આવીને કોઈ ગુનો કરશો, તો પહેલા ડિપોર્ટ કરીશું પછી સુનાવણી થશે.
Next Article
Advertisement