રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટ ઘેરી, ચીફ જસ્ટિસ સહિત તમામ જજના રાજીનામાં

04:16 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શનિવારે અનેક બાંગ્લાદેશી વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કરીને ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાની ધમકી આપી હતી. ટોળાએ અન્ય ન્યાયાધીશોને પણ તેમના પદ છોડવા કહ્યું છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો ન્યાયાધીશોના નિવાસસ્થાનોનો ઘેરાવ કરશે. વધી રહેલા વિરોધને જોઈને બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડા પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે તેમની સાથે અન્ય તમામ જજે પણ રાજીનામા ધરી દીધા છે.

સવારે સાડા દસ વાગ્યે વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એકઠા થવા લાગ્યા અને મુખ્ય ન્યાયાધીશના રાજીનામાની માંગણી કરી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

હકિકતમાં એવા સમાચાર ફરતા થયા કે, બાંગ્લાદેશના ચીફ જસ્ટિસે ફુલ કોર્ટ મીટિંગ બોલાવી હતી, જેનાથી પ્રદર્શનકારીઓ ભડક્યા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત અનેક પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધવા લાગ્યા. અબ્દુલ મુકદ્દીમ નામના પ્રદર્શનકારીએ દાવો કર્યો કે, મુખ્ય ન્યાયાધીશ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવાનું કાવતરું રચી રહ્યા છે.

બાંગ્લાદેશમાં ફાસીવાદીઓ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે અમે મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવા દબાણ કરવા માટે આવ્યા છીએ. વચગાળાની સરકારના રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે પણ ‘ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનનું બિનશરતી રાજીનામું’ અને ફુલ કોર્ટ મીટિંગ રદ કરવાની માંગ કરી હતી.તણાવ વચ્ચે ચીફ જસ્ટિસે જજોની મીટિંગ સ્થગિત કરી દીધી હતી.

Tags :
BangladeshBangladesh NEWSChief Justiceworld
Advertisement
Next Article
Advertisement